Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભાજપનો વિજય ઉત્સવ, અભિવાદન કાર્યક્રમ યોજાયો:ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા

    1 day ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ વિજેતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ 'કેસરિયો ઉત્સવ' કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિત અનેક અગ્રણી નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા ઉપરાંત સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્યો જે.વી. કાકડીયા, જનક તળાવિયા, મહેશ કસવાળા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેન હિરપરા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રીઓ મયુર માંજરીયા, રાજુ ભુતેયા, ચેતન શિયાળ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કેસરિયો ઉત્સવ અને અભિવાદન સમારંભ એક સુંદર કાર્યક્રમ છે. તેમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. વેકરિયાએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સભ્યોને શુભેચ્છાઓ આપવામાં આવી છે, જેથી તેઓ પોતાના વિસ્તારમાં સારી રીતે કામગીરી કરી શકે અને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં તમામ ચૂંટાયેલા સભ્યો પોતાના વિસ્તારના વિકાસ માટે સક્રિયપણે કાર્યરત થશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ LCBએ બે સ્થળેથી લાખોનો દારૂ ઝડપ્યો:હાઈવે અને ચેકપોસ્ટ પરથી કુલ ₹18.83 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    મોરબીમાં ટ્રકમાંથી 4608 દારૂ બોટલ ઝડપાઈ:LCBએ ચોર ખાનામાંથી 20.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment