Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ટ્રકમાંથી 4608 દારૂ બોટલ ઝડપાઈ:LCBએ ચોર ખાનામાંથી 20.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકને પકડ્યો

    7 hours ago

    મોરબી હળવદ હાઇવે પર અંદરણા ગામ નજીક એલસીબીએ એક ટ્રક ટ્રેલરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહનની ચેસીસમાં બનાવેલા ચોર ખાનામાંથી 4,608 બોટલ દારૂ અને 96 ટીન બિયર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 20.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ભેરુનાથ હોટલ પાસે જાહેર રોડ પર કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 5,56,800 અને બિયરના ટીનની કિંમત રૂ. 10,272 આંકવામાં આવી છે. ટ્રક સહિત કુલ રૂ. 20,87,072નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના બામરલા ગામના ધનારામ પુનમારામ ચૌધરીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાનના ગીડા ગામના દમારામ જાટ અને લીલસર ગામના દુદારામ દમારામ ચૌધરીના નામ પણ સામે આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, GJ 39 TA 2090 નંબરનું એક ટ્રક ટ્રેલર ચરાડવા તરફથી મોરબી આવી રહ્યું છે અને તેમાં મોટા પ્રમાણમાં દારૂ-બિયરનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે આંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલ નજીક વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. બાતમી મુજબનું ટ્રક ટ્રેલર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોક્યું હતું અને તપાસ કરતાં ચેસીસમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.સી. ગોહિલની સૂચના મુજબ પીએસઆઇ બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભાજપનો વિજય ઉત્સવ, અભિવાદન કાર્યક્રમ યોજાયો:ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા
    Next Article
    In Numbers: With Zero Deaths, Bengal Election Most Peaceful In 2 Decades

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment