Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ બે સ્થળેથી લાખોનો દારૂ ઝડપ્યો:હાઈવે અને ચેકપોસ્ટ પરથી કુલ ₹18.83 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ દારૂબંધીના કડક અમલ વચ્ચે એક જ દિવસમાં બે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે-48 પર ગુંદલાવ નજીક અને ઉમરગામના બામણપુજા ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને ઓપરેશનમાં કુલ ₹18.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ કાર્યવાહીમાં, મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે-48 પર ગુંદલાવ-ધમડાચી વચ્ચે રામદેવ ઢાબા પાસે LCBએ વોચ ગોઠવી હતી. પોલીસે મરૂન કલરના આઈશર ટેમ્પો (GJ-13-AW-8364) ને અટકાવ્યો હતો. ટેમ્પોમાં ઉપરથી પ્લાસ્ટિક સ્ક્રેપ અને બોટલ બનાવવાના રો-મટીરીયલ ભરેલું હતું, જે શંકાસ્પદ જણાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પ્લાસ્ટિક સ્ક્રેપની 100 ગુણીઓ અને 30 બોક્સ નીચે છુપાવેલી 1,986 બોટલ વિદેશી દારૂ અને વોડકા મળી આવી હતી. આ દારૂનો જથ્થો ₹4.64 લાખની કિંમતનો હતો. પોલીસે ટેમ્પો સહિત કુલ ₹13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ટેમ્પો ચાલક ખોડાભાઈ નાથાભાઈ માલકીયાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના યાકુબ મુસા મોટાણીનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બીજી કાર્યવાહીમાં, ઉમરગામના બામણપુજા ચેકપોસ્ટ પાસે LCBએ બાતમીના આધારે સફેદ ઈકો કાર (GJ-15-CF-0497) ને અટકાવી હતી. કારની તપાસ કરતા તેમાંથી 24 બોક્સમાં ભરેલા 576 ટીન બીયર મળી આવ્યા હતા, જેની કિંમત ₹1.23 લાખ થાય છે. પોલીસે કારમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ (GJ-21-CD-9037) પણ કબજે કરી હતી, જેનાથી આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં કુલ ₹5.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં ચેતન ઉર્ફે રાહુલ રાજુભાઈ મીતનાની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ ઉમેશભાઈ પટેલ, સચીન દેવરામ મીતના સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ LCB પી.આઈ. એ.યુ. રોઝ અને તેમની ટીમે આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સતત થઈ રહેલી આવી કાર્યવાહીથી દારૂના તસ્કરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબે ગુજરાતને 164 રનનો ટાર્ગેટ આપ્યો:રનચેઝમાં GTને મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન શુભમન ગિલ માત્ર 5 રન બનાવીને આઉટ
    Next Article
    અમરેલીમાં ભાજપનો વિજય ઉત્સવ, અભિવાદન કાર્યક્રમ યોજાયો:ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment