Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાની વસ્તી ગણતરીમાં મોટી બેદરકારી:ખાનગી શિક્ષકોને ગણતરીદાર બનાવતા વિવાદ, નિયમોની અવગણના સામે સવાલો

    8 hours ago

    આગામી 2026ની વસ્તી ગણતરીને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી પર શરૂઆતથી જ સવાલો ઊભા થયા છે. વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામક દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ મહત્વપૂર્ણ કામગીરી માટે માત્ર સરકારી કર્મચારીઓને જ નિયુક્ત કરવાના રહેશે. છતાં, મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા બહાર પાડવામાં આવેલા ગણતરીદાર અને સુપરવાઈઝર નિમણૂકના આદેશમાં અનેક ખાનગી શાળાના શિક્ષકોને પણ સામેલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. કામગીરી પર તંત્રનું સીધું નિયંત્રણ ન હોવાથી વસ્તી ગણતરીમાં ગડબડ થવાની સંભાવના આ નિર્ણયને લઈને તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. ખાનગી ક્ષેત્રમાં કાર્યરત શિક્ષકો ગમે ત્યારે નોકરી છોડી શકે છે અથવા તેમની કામગીરી પર તંત્રનું સીધું નિયંત્રણ ન હોવાથી વસ્તી ગણતરી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં ગડબડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં જો કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ ન થાય તો તેની જવાબદારી કોણ લેશે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે. માત્ર સરકારી કર્મચારીઓની જ નિમણૂક કરવાની માંગ પણ ઉઠાવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે તંત્રની ભૂલને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કામાં જ આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે તો સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયા નિર્વિઘ્ન અને પારદર્શક રીતે પૂર્ણ થશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત થાય છે. તેમણે તાત્કાલિક આદેશમાં સુધારો કરી નિયમ મુજબ માત્ર સરકારી કર્મચારીઓની જ નિમણૂક કરવાની માંગ પણ ઉઠાવી છે. આ ઘટનાએ તંત્રની તૈયારી અને આયોજન અંગે ગંભીર ચર્ચા જગાવી છે અને હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે અને સુધારાત્મક પગલાં લે છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    પંજાબે ગુજરાતને 164 રનનો ટાર્ગેટ આપ્યો:શેડગેની ફિફ્ટી, સ્ટોઇનિસે 40 રન બનાવ્યા; હોલ્ડરે 4 વિકેટ ઝડપી
    Next Article
    'ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ થાય':સ્વામિનારાયણ સંપ્રદાપના સ્વામીના નિવેદન બાદ ઈન્દ્રભારતીએ કહ્યું- 'આમને કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment