Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ થાય':સ્વામિનારાયણ સંપ્રદાપના સ્વામીના નિવેદન બાદ ઈન્દ્રભારતીએ કહ્યું- 'આમને કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં?'

    9 hours ago

    સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના વાયરલ થઈ રહેલા વીડિયોને લઈ વધુ એક વિવાદ સર્જાયો છે. ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ હોવાનો દાવો કરતા જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુએ નારાજગી વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, ઘનશ્યામ મહારાજ 200 વર્ષથી છે જ્યારે ગણપતિ તો અનાદિકાળથી છે. ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજને માસિયાઈ ભાઈ ગણાવતા વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓના લગ્ન ધર્મદેવ સાથે થયા હતા અને એક પુત્રીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા. આ તર્કના આધારે તેમણે દાવો કર્યો કે, ભક્તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. જો તેઓ સગી બહેનો હોય તો તેમના સંતાનો એટલે કે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈઓ ગણાય. ઈન્દ્રભારતીએ નિવેદનને પાયાવિહોણું અને શાસ્ત્ર વિરુદ્ધનું ગણાવ્યું ​આ નિવેદનની જાણ થતા જ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રના અગ્રણી સંત અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વામિનારાયણ સંતની બુદ્ધિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે આ પ્રકારના નિવેદનો પાયાવિહોણા અને શાસ્ત્ર વિરુદ્ધના છે. ઇન્દ્રભારતીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ભગવાન ગણપતિ તો અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ભગવાન ભોળાનાથના લગ્ન થયા ત્યારે પણ ગણપતિજી ત્યાં હાજર હતા, તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બીજી તરફ ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવને હજુ માંડ 200-250 વર્ષ જેટલો સમય થયો છે. આવી સ્થિતિમાં અનાદિ દેવને અર્વાચીન સમયના સંત સાથે માસિયાઈ ભાઈ તરીકે સરખાવવા તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે. ​ઇન્દ્રભારતી બાપુએ વધુમાં ઉમેર્યું કે આવા લોકો ક્યાંથી આવા તર્ક શોધી લાવે છે તે સમજવું મુશ્કેલ છે. તેમણે અત્યંત આક્રોશ સાથે કહ્યું કે આવા પાયાવિહોણા નિવેદનો સાંભળીને મર્યાદા ભૂલી જવાય તેવી સ્થિતિ પેદા થાય છે. સનાતન ધર્મના મૂળભૂત પાયા અને દેવી-દેવતાઓના સ્વરૂપ સાથે છેડછાડ કરવી એ અક્ષમ્ય અપરાધ સમાન છે. હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના તે સંત પાસે માફીની માંગ કરી રહ્યા છે. સાધુ સમાજમાં એવી પણ ચર્ચા છે કે જો સમયાંતરે આવા નિવેદનો અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સનાતન ધર્મના સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપાની વસ્તી ગણતરીમાં મોટી બેદરકારી:ખાનગી શિક્ષકોને ગણતરીદાર બનાવતા વિવાદ, નિયમોની અવગણના સામે સવાલો
    Next Article
    સાયબર ક્રાઈમે 5 આરોપી ઝડપ્યા:1.04 કરોડ રૂપિયાની ઠગાઇની ત્રણ ફરિયાદીમાં એક રૂપિયાની પણ રિકવરી નહિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment