Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકતા યુવક પર હુમલો:ચાર શખ્સોએ છરી-લાકડી વડે હુમલો કરી ધમકી આપી

    9 hours ago

    સાંતલપુર તાલુકાના સિધાડા ગામે લગ્ન પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવા જેવી નજીવી બાબતે એક યુવક પર ચાર શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને ગાળો આપી, માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગત તારીખ 01/05/2026 ના રોજ સિધાડા ગામના દેવાભાઇ ચતુરભાઇ ઠાકોર તેમના કુટુંબી રમેશભાઇ ધારશીભાઇ ઠાકોરના પુત્ર ચિરાગના લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરના સમયે વરરાજા અને તેની પત્ની પરણીને ઘરે આવતા દેવાભાઇએ પોતાના મોબાઈલ ફોનમાં તેમનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ બાબતની અદાવત રાખી રમેશભાઇ ધારશીભાઇ ઠાકોર, કાળુભાઇ ધારશીભાઇ ઠાકોર, નેમાભાઇ અતુલભાઇ ઠાકોર અને મહેશભાઇ અતુલભાઇ ઠાકોરે દેવાભાઇ પાસે જઈ "અમને પૂછ્યા વગર વીડિયો કેમ ઉતાર્યો" તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. દેવાભાઇએ વીડિયો ડિલીટ કરી દેવાની ખાતરી આપવા છતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે દેવાભાઇ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન રમેશભાઇ અને કાળુભાઇએ લાકડીઓ વડે માર માર્યો હતો. નેમાભાઇએ પોતાના હાથમાં રહેલી છરી દેવાભાઇના માથાના જમણી બાજુના ભાગે મારી દેતા તેમને લોહીલુહાણ ઈજા પહોંચી હતી. ફરિયાદીની પત્ની હંસાબેન અને અન્ય સાક્ષીઓ વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ મહિલા સાથે પણ મારપીટ કરી હતી. હુમલાખોરોએ "હવે પછી વીડિયો ઉતારશો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત દેવાભાઇને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વારાહી સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે દેવાભાઇએ ચારેય શખ્સો વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 115(2), 118(1), 296(b), 351(3), 54 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી એ.એસ.આઇ નરેન્દ્રકુમાર પુંજાજી વિહોલને તપાસ સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    APMCને બાયપાસ કરી નર્મદાના થરી ગામના ખેડૂતોનું સ્ટાર્ટઅપ:વિક્રમસિંહ રાઠોડની UAE, ઓમાન સહિતના ખાડી દેશોમાં કેળાની નિકાસ, 50થી વધુ ગામના 500થી વધુ ખેડૂતો ભાગીદાર
    Next Article
    રાજકોટમાં લવ એનિમલ્સ રેલીમાં અઘોરીઓ જોડાયા:શ્વાન પર અત્યાચારના વિરોધમાં પદયાત્રા - પ્રાણીઓ પર ક્રૂરતા= માનવતા પર કલંક, આવારા નહીં હમારા હૈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર બતાવી વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment