Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    APMCને બાયપાસ કરી નર્મદાના થરી ગામના ખેડૂતોનું સ્ટાર્ટઅપ:વિક્રમસિંહ રાઠોડની UAE, ઓમાન સહિતના ખાડી દેશોમાં કેળાની નિકાસ, 50થી વધુ ગામના 500થી વધુ ખેડૂતો ભાગીદાર

    10 hours ago

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામના ખેડૂત વિક્રમસિંહ રાઠોડે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી કેળા નિકાસ ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. એક સામાન્ય ખેડૂત તરીકે શરૂ થયેલી આ સફર આજે 'રેવા ફ્રેશ ફ્રુટ એક્સપોર્ટ' સ્ટાર્ટઅપ દ્વારા કરોડોના ટર્નઓવર સુધી પહોંચી છે, UAE, ઇરાક, ઉઝબેકિસ્તાન સહિતના ખાડી દેશોમાં નિકાસ કરાય છે. જે ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે. 50થી વધુ ગામના 500થી વધુ ખેડૂતો ભાગીદાર બન્યા છે અને જોડાયા છે. APMCને બાયપાસ કરીને તેમણે આ વિક્રમ સર્જ્યો છે. શરૂઆત અને પડકારો વર્ષ 2016માં સ્થાપિત આ સ્ટાર્ટઅપે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. પ્રારંભિક તબક્કે રાજપીપળા APMC મારફતે કેળાનું વેચાણ કરવામાં આવતું હતું. જોકે, નિકાસના ક્ષેત્રમાં રહેલી તકોને ઓળખી વિક્રમસિંહ રાઠોડે થરી ગામમાં જ આધુનિક સુવિધાઓ સાથેનું 'ફ્રેશ ફ્રુટ એક્સપોર્ટ યુનિટ' સ્થાપ્યું. આ એકમના કારણે સ્થાનિક ખેડૂતોને વચેટિયાઓ વિના સીધો અને વધુ નફાકારક ભાવ મળવા લાગ્યો છે. 500થી વધુ ખેડૂતોનું નેટવર્ક વર્તમાનમાં આ સ્ટાર્ટઅપ નર્મદા જિલ્લાના 50 થી વધુ ગામોના 500 થી વધુ ખેડૂતો સાથે જોડાયેલું છે. આ ઉપરાંત ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પણ આ નેટવર્કનો લાભ મળી રહ્યો છે. અંદાજે 1,500 એકર વિસ્તારમાંથી કેળાની ખરીદી કરવામાં આવે છે. વર્ષભર નિકાસનું આયોજન આંતરરાષ્ટ્રીય બજારમાં કેળાનો પુરવઠો જાળવી રાખવા માટે વિવિધ રાજ્યોમાંથી સિઝન મુજબ કેળા મેળવવામાં આવે છે: માર્ચથી ઓગસ્ટ: ગુજરાત અને મધ્ય પ્રદેશ ઓગસ્ટથી ડિસેમ્બર: મહારાષ્ટ્ર ડિસેમ્બરથી માર્ચ: કર્ણાટક અને આંધ્ર પ્રદેશ આંતરરાષ્ટ્રીય બજારમાં માગ સ્ટાર્ટઅપ દ્વારા ખાસ કરીને G-9 કેવેન્ડિશ જાતના કેળાની નિકાસ કરવામાં આવે છે. આ કેળાની ઓમાન, સાઉદી અરેબિયા, UAE, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સીરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં ભારે માગ છે.
    Click here to Read More
    Previous Article
    હારીજમાં સગીરાનું અપહરણ:પડોશી યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો, ઘરેથી ખેતરે જવાનું કહીને નીકળી હતી
    Next Article
    લગ્નનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકતા યુવક પર હુમલો:ચાર શખ્સોએ છરી-લાકડી વડે હુમલો કરી ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment