Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજમાં સગીરાનું અપહરણ:પડોશી યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો, ઘરેથી ખેતરે જવાનું કહીને નીકળી હતી

    11 hours ago

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામેથી એક 17 વર્ષીય સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાઈ છે. પડોશી ગામનો એક યુવાન સગીરાને લગ્નની લાલચે અને જારકર્મ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુનાવાડા ગામના સુધારજી ઉર્ફે બકાજી સગરામજી ઠાકોરે આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 30 એપ્રિલ, 2026ના રોજ સવારે તેમની 17 વર્ષ અને 2 માસની ભત્રીજી ઘરેથી ખેતરે જવાનું કહીને નીકળી હતી. આશરે આઠ વાગ્યા સુધી તે ખેતરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા જાણવા મળ્યું કે સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામનો ભાવેશજી વદનજી ઠાકોર નામનો યુવાન સગીરાને લલચાવી-ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે. ભોગ બનનાર સગીરા ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલી છે અને તેની પાસે લાવા કંપનીનો સાદો મોબાઈલ ફોન હતો. ફરિયાદમાં આરોપી ભાવેશજી ઠાકોર સગીરા સાથે જારકર્મ કરવાના ઈરાદે તેને ભગાડી ગયો હોવાનું જણાવાયું છે. ફરિયાદીએ પોલીસને સગીરાનું જન્મનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ સહિતના જરૂરી પુરાવાઓ સુપરત કર્યા છે. હારીજ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 137(2) અને 87 હેઠળ ગુનો નોંધી તપાસની કમાન પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ બલવંતભાઇ મહેરીયાને સોંપી છે. પોલીસ દ્વારા અપહરણ કરનાર યુવાન અને સગીરાની શોધખોળ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બલૂચોના હુમલાથી US-પાક માઇનિંગ પ્રોજેક્ટ સંકટમાં:કિંમત ₹64000 કરોડ, 4 મહિના પહેલા 500 લડવૈયાઓએ 58 લોકોની હત્યા કરી હતી
    Next Article
    APMCને બાયપાસ કરી નર્મદાના થરી ગામના ખેડૂતોનું સ્ટાર્ટઅપ:વિક્રમસિંહ રાઠોડની UAE, ઓમાન સહિતના ખાડી દેશોમાં કેળાની નિકાસ, 50થી વધુ ગામના 500થી વધુ ખેડૂતો ભાગીદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment