Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં લવ એનિમલ્સ રેલીમાં અઘોરીઓ જોડાયા:શ્વાન પર અત્યાચારના વિરોધમાં પદયાત્રા - પ્રાણીઓ પર ક્રૂરતા= માનવતા પર કલંક, આવારા નહીં હમારા હૈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર બતાવી વિરોધ

    8 hours ago

    રાજકોટમાં તાજેતરમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક પાછળ કલ્યાણનગર વિસ્તારમાં સામાન્ય “ડિસ્ટર્બ થાય છે” જેવી નાની વાતે માણસ ક્રૂર બની નિર્દોષ શ્વાન પર 28 લોખંડના પાઈપના ઘા ઝીંકીને તેને અર્ધમૃત બનાવવામાં આવ્યો હતો અને તેને બચાવવા દોડી આવેલી મહિલાને પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ તકે રાજકોટના પોઝ હેવન ગ્રૂપના સભ્યો દ્વારા અબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે સમાજમાં કરુણા અને પ્રેમની ભાવના જાગૃત થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ‘લવ એનિમલ્સ રેલી' યોજાવામાં આવી હતી. જેમાં કાલભૈરવ મંદિરના અઘોરીઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને પશુઓ પર થઈ રહેલી ક્રૂરતા બંધ કરી ન્યાય આપવા માટે માંગ કરી હતી. આ તકે પ્રાણીઓ પર ક્રૂરતા= માનવતા પર કલંક, આવારા નહીં હમારા હૈ જેવા સ્લોગન સાથેના બેનર બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પોઝ હેવન ગ્રૂપના ધનરાજ ધાધલે જણાવ્યું હતું કે, આ રેલીનો ઉદ્દેશ એ છે કે કોઈપણ પશુ કે પ્રાણીઓ ઉપર ક્રૂરતા ન થાય. તેઓનો બચાવ કરવા અને સંરક્ષણ કરવા માટે રેલી કાઢવામાં આવેલી છે. કાલભૈરવ ગ્રુપના લોકો પણ અમારી સાથે જોડાયા છે અને બાપુના આશ્રમના લોકો પણ અમારી સાથે છે. રાજકોટમાં ડોગને મારવાની જ ઘટના બની હતી તે ફરી વખત ન બને તે માટે જ આ રેલી કાઢવામાં આવી છે. જે પ્રકરણમાં FIR પણ થઈ ગઈ છે અને આજે 250 થી 300 પ્રાણી પ્રેમીઓ જોડાયા છે. જ્યારે બેડી ચોકડી પાસે આવેલા કાલભૈરવ મંદિરના જે.ડી.બાપુ અઘોરીએ જણાવ્યું હતું કે, આ રેલીમાં મૂંગા પ્રાણીઓને પર જે ક્રૂરતા થયેલી છે તેમને જે હાની પહોંચાડવામાં આવી છે તેના માટે કાળભૈરવ દાદાના આદેશથી રેલીની અંદર જોડાઈ અને ન્યાય મળે તે માટે આવેલો છું. જેથી જેટલા પણ ભક્તો સુધી મારો અવાજ પહોંચે છે તે અને સરકાર પણ આ બાબતની ખાસ નોંધ લે. પ્રાણી સાથે જે અન્યાય થયો છે તેમાં વહેલી તકે ન્યાય મળે તેવી માંગ છે. નોંધનીય છે કે, લવ એનિમલ્સ રેલી આજે તા.3 મે રવિવારના રોજ સાંજે 6 વાગ્યે રેસકોર્સ આર્ટ ગેલેરીથી શરૂ થઈ હતી અને રેસકોર્સ રીંગરોડ ફરી હતી. જે દરમિયાન Love Animal instead of Beating, હર જીવ કે લિયે પ્રેમ ઔર સમ્માન - યે ભી ઇસ ધરતી કે હિસ્સેદાર હૈ, પ્રાણીઓ સામેની હિંસા એ માનવતા સામેની હિંસા બરાબર છે, આવારા નહીં હમારા હૈ, ડોગ હેરેસમેન્ટ બંધ કરો, પ્રાણીઓ પર અત્યાચાર = માનવતા પર કલંક, હાથ ઉઠાવો રક્ષણ માટે - અત્યાચાર કરવા માટે નહીં.
    Click here to Read More
    Previous Article
    લગ્નનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકતા યુવક પર હુમલો:ચાર શખ્સોએ છરી-લાકડી વડે હુમલો કરી ધમકી આપી
    Next Article
    ‘Don’t think the price tag has got to do anything with it’: Bharat Arun on Rishabh Pant’s form

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment