Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કોર્ટ સંકુલમાં હિંસક હુમલો:ઘરેલું હિંસાના કેસની સુનાવણી દરમિયાન પત્નીએ પિતા અને ભાઈ સાથે મળી પતિને માર માર્યો

    13 hours ago

    રાજ્યના પાટનગરમાં ન્યાયના ધામ ગણાતા કોર્ટ સંકુલમાં જ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટમાં ચાલી રહેલા ઘરેલું હિંસાના કેસની અંતિમ સુનાવણી દરમિયાન જ પત્ની, સસરા અને સાળાએ ભેગા મળીને યુવકને ગાળાગાળી કરી માથાના ભાગે મુક્કા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ સંકુલમાં જ યુવક પર સાસરી પક્ષના લોકોએ હુમલો કર્યો ગાંધીનગરના પેથાપુરની વિસત ગોલ્ડ સોસાયટીમાં રહેતા અને અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતા 33 વર્ષીય હરપાલસિંહ જયમલસિંહ સોઢાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ હરપાલસિંહના લગ્ન વર્ષ 2020માં થયા હતા.પરંતુ પત્ની સાથે અણબનાવ રહેતા પત્નીએ તેમના વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી ગાંધીનગર કોર્ટમાં ચાલી રહી છે. ગત 29 એપ્રિલના રોજ આ કેસની અંતિમ સુનાવણી હોવાથી હરપાલસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે બપોરના આશરે સવા એક વાગ્યાના અરસામાં હરપાલસિંહ કોર્ટના ત્રીજા માળે બહાર બેઠા હતા. તે દરમિયાન ત્યાં હાજર તેમના પત્ની કુંદનબા, સસરા કરણસિંહ રઘુસિંહ રાઠોડ અને સાળા યુવરાજસિંહ (રહે. દોલારાણા વાસણા) તેમની પાસે આવ્યા હતા. કોર્ટમાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી યુવકને બચાવ્યો આ ત્રણેય જણાએ હરપાલસિંહ સામે બેસી જઈ બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, આજે તારો ફેંસલો લાવી દેવાનો છે, અમે ગાડીમાં તલવાર અને હથિયારો લઈને આવ્યા છીએ, તું કોર્ટની બહાર નીકળ એટલે તને પૂરો કરી દેવો છે. જેથી પોતાની જાન જોખમમાં જણાતા હરપાલસિંહે પુરાવા માટે મોબાઈલ કાઢી વિડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. આ જોઈને આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. અને સસરા કરણસિંહે તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને તેમને પકડી રાખ્યા હતા, જ્યારે સાળા અને પત્નીએ હરપાલસિંહને માથાના ભાગે મુક્કા અને લાફા મારી ઢોર માર માર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી હરપાલસિંહને વધુ માર ખાતા બચાવ્યા હતા. આ ઘટના બાદ પણ સાસરિયાઓ સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાથી હરપાલસિંહ ડરી ગયા હતા. જેના કારણે તેમણે એ સમયે ફરિયાદ નોંધાવી નહોતી. અંતે હિંમત ભેગી કરી તેમણે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી હતી. આ મામલે પોલીસે પત્ની, સસરા અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વ. મુકેશભાઈને રક્તદાન થકી વીરાંજલિ અપાઈ:આદર્શ વિદ્યાસંકુલમાં 200 બોટલ રક્તદાન, ભાઈ-બહેનોએ ભાગ લીધો
    Next Article
    હુમલાખોરો લાકડીઓ અને ગડદાપાટુથી તૂટી પડ્યા:વડનગરના શાહપુર (વડ) ગામે જૂની અદાવતમાં 3 લોકો પર હુમલો: ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment