Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કૌટુંબિક બહેનના એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ:હાથમાં સગીરાના નામનું ટેટુ કરાવ્યું, સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મુકતો, કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી'તી

    4 days ago

    રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે અડપલાં અને છેડતીની ઘટના સામે આવી છે. જેમાં 14 વર્ષીય સગીરાને તેના કૌટુંબિક ભાઈએ એક તરફી પ્રેમમાં અડપલાં કરી તેના નામનું ટેટુ હાથમાં દોરવી સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપલોડ કરી પજવણી કરતો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલું જ નહિ પ્રેમમાં તાબે ન થતા નરાધમે પોતાની કૌટુંબિક બહેનને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તાલુકા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેમના ઘરમાં સાથે તેમનો ભાણેજ પણ રહે છે. ભાણેજ દ્વારા સગીર વયની દીકરી સાથે બળજબરી કરી હતી અને ગુપ્તાંગના ભાગે સ્પર્શ કરી શારીરિક અડપલા કરી અવારનવાર તેની છેડતી કરી હતી. એટલું જ નહીં દીકરીને ધમકી આપી હતી કે, જો તુ આ બાબતની કોઈને જાણ કરીશ તો તને કેરોસીન છાંટીને જાનથી મારી નાખીશ. મારી દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ બની તેને દીકરીના નામનું ટેટુ પોતાના હાથમાં દોરાવ્યું હતું અને તેના ફોટા અને દીકરીના નામ સાથે સ્ટેટસ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. બનાવ અંગે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તાત્કાલિક રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારના 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી આજ રોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલહવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે. હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અને ભોગ બનનાર કૌટુંબિક મામા ફઈના ભાઈ બહેન થતા હોવાનું અને દીકરી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાનું તેમજ આરોપી રાજકોટમાં સ્ટીલના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: પ્રમુખ પદ માટે મથામણ તેજ:વેરાવળ પાલિકા પ્રમુખ પદ માટે પ્રવીણ રુપરેલીયાના નામે વિવાદ, જૂના કેસ ચર્ચામાં; સૌની નજર ભાજપના નિર્ણય પર
    Next Article
    1.53 કરોડના વિદેશી દારૂ સાથે કન્ટેનર ઝડપાયું:અમદાવાદ એક્સપ્રેસ વે ટોલનાકા પાસે વોચ ગોઠવી ને મુદ્દામાલ સાથે એકની ધરપકડ, LCBની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment