Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.53 કરોડના વિદેશી દારૂ સાથે કન્ટેનર ઝડપાયું:અમદાવાદ એક્સપ્રેસ વે ટોલનાકા પાસે વોચ ગોઠવી ને મુદ્દામાલ સાથે એકની ધરપકડ, LCBની કાર્યવાહી

    4 days ago

    વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન પરાક્રમ' હેઠળ એક મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કન્ટેનરમાંથી 1.53 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતું ઝડપાયું વડોદરા જિલ્લા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. ખરસાણના અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનું કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો ભરીને દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થવાનું છે. બાતમીના આધારે પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. 1.53 કરોડ દારૂની 1250 પેટીઓ જપ્ત પોલીસે ઝડપેલ કન્ટેનરમાંથી વિદેશી દારૂની 1250 પેટીઓ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા 1.53 કરોડ થાય છે. સાથે મોબાઈલ, કન્ટેનર સહિત કુલ રૂપિયા 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કન્ટેનર ચાલક ગોપાલરામ જોધારામ બિશ્નોઈ (રહે. બિશ્નોઈ કી ધાની, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. મુદ્દામાલ સાથે એકની ધરપકડ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો રાજુરામ મોડારામ બિશ્નોઈ અને ધર્માભાઈ નામના વ્યક્તિઓના સંપર્કથી ગોવાના કુંડેઈમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટથી ભરીને ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં કૌટુંબિક બહેનના એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ:હાથમાં સગીરાના નામનું ટેટુ કરાવ્યું, સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મુકતો, કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી'તી
    Next Article
    સ્વાતિબેન પટેલે દુબઈની નોકરી છોડી ચૂંટણી જીતી:જલાલપોર તા.પં.ની પોંસરા બેઠક પર વિજેતા, જલાલપોરના કાંઠા વિભાગના 1700થી વધુ યુવાનોને વિદેશમાં રોજગારી અપાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment