Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: પ્રમુખ પદ માટે મથામણ તેજ:વેરાવળ પાલિકા પ્રમુખ પદ માટે પ્રવીણ રુપરેલીયાના નામે વિવાદ, જૂના કેસ ચર્ચામાં; સૌની નજર ભાજપના નિર્ણય પર

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા સ્થાપનાની પ્રક્રિયા વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. વેરાવળ ખાતે ભાજપના પ્રદેશ નિરીક્ષક જતીનભાઈ ત્રિવેદી,મહેન્દ્રભાઈ પટેલ,ચંદ્રિકાબેન લિંબાચિયા દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા સમગ્ર રાજકીય વાતાવરણ ગરમાયું છે. વહેલી સવારે શરૂ થયેલી આ પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોને વ્યક્તિગત રીતે સાંભળીને યોગ્ય ઉમેદવાર અંગે તેમના મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી 22 પર વિજય મેળવી ભાજપે પોતાની સત્તા મજબૂત રાખી છે. તાલુકા પંચાયતોમાં પણ પક્ષનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળે છે. વેરાવળ તાલુકા પંચાયતની 22માંથી 12, સુત્રાપાડાની 18માંથી 13, ઉનાની 26માંથી 20 અને ગીર ગઢડાની 20માંથી 17 બેઠકો ભાજપના ખાતામાં જતા પક્ષ મજબૂત સ્થિતિમાં છે. નગરપાલિકા સ્તરે ભાજપે ચારેય નગરપાલિકાઓમાં બહુમતી જાળવી રાખી છે, પરંતુ વેરાવળ નગરપાલિકામાં ગત ટર્મની સરખામણીએ 4 બેઠકોનું નુકસાન થતા હવે માત્ર 24 બેઠકો સાથે સત્તા ટકી છે. આ કારણે પ્રમુખ પદ માટે પક્ષની અંદર જ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રોસ્ટર મુજબ આ ટર્મમાં સામાન્ય કેટેગરી હોવાને કારણે સુવર્ણ સમાજમાંથી પ્રમુખ બનવાની શક્યતા છે. આ સંજોગોમાં વોર્ડ નંબર 7ના વિજેતા અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણચંદ્ર રુપરેલીયાનું નામ ચર્ચામાં આવતા વિવાદ ઉભો થયો છે. પ્રવીણ રુપરેલીયા વિરુદ્ધ અગાઉ નોંધાયેલી મહિલા શોષણ સંબંધિત FIR અને તે બાદ થયેલા સમાધાનનો મુદ્દો ફરી ચર્ચામાં આવતા પક્ષ માટે અસહજ પરિસ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયામાં ચૂંટણી સમયે આ મામલાને લઈને ફરીથી વિડિઓ વાયરલ થતા રાજકીય ગરમાવો વધ્યો છે, ભાજપ પર મહિલા સન્માન અને સશક્તિકરણ ના દાવા વચ્ચે કથિત મહિલા શોષણ ના આક્ષેપિત ને પ્રમુખ બનાવવા ની રાજકીય ગતિવિધિ શહેર ભર માં ચર્ચા નો વિષય બની છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે પ્રતિક્રિયાઓ તેજ બની છે. વોર્ડ નંબર 7માં નોંધાયેલા ક્રોસ વોટિંગને અસંતોષનો સંકેત માનવામાં આવી રહ્યો છે. હાલ પક્ષ માટે પ્રમુખ પદની પસંદગી એક પડકારરૂપ બની છે. વેરાવળમાં ચાલી રહેલી આ રાજકીય ખેંચતાણે જિલ્લાની રાજકીય દિશા પર અસર પાડવાની શક્યતા છે. હવે ભાજપ કયા ઉમેદવારને પ્રમુખ પદ માટે પસંદ કરે છે તે મુદ્દે સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    હાર્દિક પંડ્યા બાદ ઓલરાઉન્ડર કેપ્ટન મળ્યો:‘કિરણ મોરે T20'માં નિનાદ રાઠવાના 52 બોલમાં 137 રન, કહ્યું: મેં નક્કી કર્યું હતું કે, હું આખી ઇનિંગ રમીશ
    Next Article
    રાજકોટમાં કૌટુંબિક બહેનના એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ:હાથમાં સગીરાના નામનું ટેટુ કરાવ્યું, સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મુકતો, કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment