Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાર્દિક પંડ્યા બાદ ઓલરાઉન્ડર કેપ્ટન મળ્યો:‘કિરણ મોરે T20'માં નિનાદ રાઠવાના 52 બોલમાં 137 રન, કહ્યું: મેં નક્કી કર્યું હતું કે, હું આખી ઇનિંગ રમીશ

    4 days ago

    વડોદરા શહેરમાં આયોજિત કિરણ મોરે T-20 સિરિઝમાં એલેમ્બિક વોરિયર્સના કેપ્ટન અને ઓલરાઉન્ડર નિનાદ રાઠવાએ રિલાયન્સ તરફથી 52 બોલમાં અણનમ 137 રન ફટકાર્યા છે. હાર્દિક પંડયા બાદ ઓલરાઉન્ડર કેપ્ટન નિનાદ મળ્યો છે. નિનાદે 12 સિક્સર અને 10 ફોરનો વરસાદ વરસાવ્યો હતો. 263થી વધુ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી હતી. જે વડોદરાની ક્રિકેટમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ T20 ઇનિંગ્સમાંની એક ગણાઈ રહી છે. નિનાદ રાઠવા બરોડા પ્રીમિયર લીગના વિજેતા કેપ્ટન છે. ‘મેનેજમેન્ટ તરફથી નેચરલ ગેમ રમવાની મને છૂટ હતી’ ક્રિકેટર નિનાદ રાઠવાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ટુર્નામેન્ટની શરૂઆતમાં અમારી ટીમનો એક જ ગોલ હોય છે - ચેમ્પિયન બનવું. તે માટે મેચની શરૂઆત અને અંત બંને ખૂબ મહત્વના હોય છે. અમે શરૂઆતથી જ એક લય જાળવી રાખવા માંગતા હતા. જોકે અમે ટોસ હાર્યા હતા, તેમ છતાં અમારે પ્રથમ બેટિંગ આવી. એક વિકેટ જલ્દી પડી ગઈ હતી, પણ મને ઉપરના ક્રમે બેટિંગ માટે પ્રમોટ કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ તરફથી સૂચના હતી કે હું મારી નેચરલ ગેમ રમી શકું છું. મેં શરૂઆતના 5-6 બોલ સંભાળીને રમ્યા અને પછી ધીમે ધીમે ઇનિંગ્સને આગળ વધારી. મેં ધાર્યું નહોતું કે આટલો મોટો સ્કોર થશે, પણ અંતે અમે 278 રન સુધી પહોંચી શક્યા. ‘મને લાગ્યું કે બસ એક સારી ઇનિંગ્સની જરૂર છે’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી અમે ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સાચું કહું તો છેલ્લી કેટલીક વન-ડે મેચોમાં મારા રન થયા નહોતા. પરંતુ પ્રેક્ટિસ દરમિયાન બોલ જે રીતે બેટ પર આવી રહ્યો હતો, તેનાથી મને વિશ્વાસ હતો કે બસ એક સારી ઇનિંગ્સની જરૂર છે. મારો ટાર્ગેટ હતો કે 30-40 બોલ સારી રીતે રમી જાઉં, તો ગેમ મારા હાથમાં આવી જશે. મેં બસ નેચરલી રમવાનું ચાલુ રાખ્યું અને મારો મુખ્ય ઉદ્દેશ્ય મેચ ફિનિશ કરવાનો અને નોટ-આઉટ રહેવાનો હતો. ‘ક્યારે, ક્યાંથી અને શું તક મળી જાય એ નસીબની વાત છે’ નિનાદ રાઠવાએ જણાવ્યું હતું કે, હાલમાં IPL ચાલી રહી છે અને ઘણા યુવા ખેલાડીઓને તક મળી રહી છે. તેઓ સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. એક ક્રિકેટરના જીવનમાં દરેક ઇનિંગ મહત્વની હોય છે. ક્યારે, ક્યાંથી અને શું તક મળી જાય એ નસીબની વાત છે. બસ, સારું પરફોર્મન્સ કરવું અને ટીમને જીતાડવી એ જ આપણા હાથમાં છે. જે બાબતો આપણા નિયંત્રણમાં છે, તેના પર જ ધ્યાન આપવાની જરૂર છે. બાકી બધું તો ઉપરવાળાના હાથમાં છે. ‘ક્યારેક બે-ત્રણ દિવસ ખરાબ પણ જાય’ તેઓએ કહ્યું કે, પરિણામનો વિચાર કર્યા વગર પોતાની જાતને સાબિત કરવા માટે અને પોતાના માતા-પિતા માટે મહેનત કરવી જોઈએ. એવું નથી કે બધા જ સફળ થાય, પણ તમે તે દિવસે કેટલી અને કેવી મહેનત કરી તે ખૂબ મહત્વનું છે. ક્યારેક બે-ત્રણ દિવસ ખરાબ પણ જાય, પણ જ્યારે તમારો દિવસ આવે ત્યારે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. મેં પણ નક્કી કર્યું હતું કે જે મેચમાં હું સેટ થઈશ, તે મેચમાં આખી ઇનિંગ રમીશ અને સકારાત્મક અભિગમ સાથે રમીશ. બરોડા પ્રીમિયર લીગમાં તમે ગયા વર્ષે ચેમ્પિયન રહ્યા હતા. આ વર્ષે કેવી તૈયારીઓ છે? એવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે ફાઈનલ જીત્યા ત્યારથી જ ફરી બીપીએલ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે ટીમનું વાતાવરણ, કોચ, ઓફિશિયલ્સ જે સહયોગ રહ્યો તે અદભુત હતો. ફક્ત મેદાનમાં રમતા 11-12 ખેલાડીઓ જ નહીં, પણ બહાર બેઠેલા બીજા ખેલાડીઓ પણ ફરીથી LMB વોરિયર્સ તરફથી રમવા માટે ઉત્સુક છે.
    Click here to Read More
    Previous Article
    યુવકે ચાલુ ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલીને કૂદકો માર્યો:231 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરી
    Next Article
    વેરાવળમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: પ્રમુખ પદ માટે મથામણ તેજ:વેરાવળ પાલિકા પ્રમુખ પદ માટે પ્રવીણ રુપરેલીયાના નામે વિવાદ, જૂના કેસ ચર્ચામાં; સૌની નજર ભાજપના નિર્ણય પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment