Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાપુર ટીંટીસરમાં રામજીબાપાનો સત્સંગ:પંખીઘરના ઉદ્ઘાટન નિમિત્તે આત્મકલ્યાણનો માર્ગ દર્શાવ્યો

    9 hours ago

    સજાપુર ટીંટીસર ખાતે પંખીઘરના ઉદ્ઘાટન નિમિત્તે રામજીબાપા (ધોલવાણીવાળા)નો ભવ્ય સત્સંગ મેળાવડો યોજાયો હતો. આ પ્રસંગે રામજીબાપાએ હજારો મુમુક્ષુઓને આત્મકલ્યાણનો માર્ગ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે અંતર્મુખ થઈને આત્મકલ્યાણ માટે સત્સંગ જ શ્રેષ્ઠ માધ્યમ છે. ગ્રામજનો દ્વારા સમાજવાડીમાં આયોજિત આ સત્સંગ મેળાવડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. રામજીબાપાએ શ્રીમદ્દ રામજીબાપા, શ્રીમદ્દ નાથુબાપા, શ્રીમદ્દ જેશીગબાપા અને શ્રીમદ્દ રાજચંદ્ર પ્રભુના બોધ વચનોનું પાન કરાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે આત્મકલ્યાણનો માર્ગ ઉજાગર કરવો અનિવાર્ય છે. આત્માને કોઈ રંગ, રૂપ કે આકાર નથી, તે નિરંજન નિરાકાર છે. દેહભાવે સંસાર અને આત્મભાવે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. રૂપિયા, અઢળક સંપત્તિ કે સત્તા આત્મકલ્યાણમાં કામ આવતા નથી. રામજીબાપાએ માન, અભિમાન અને મમતા ત્યજીને રામ ભજી લેવા પર ભાર મૂક્યો હતો. તેમના મુખેથી હૃદયસ્પર્શી ભજનો સાંભળીને સૌ મુમુક્ષુઓ ભાવવિભોર બન્યા હતા. આ જ્ઞાન અને ભક્તિના સંગમમાં ઉપસ્થિત સૌએ પરમ શાંતિનો અનુભવ કર્યો હતો. આ સત્સંગ સભામાં જીવનના ગૂઢ રહસ્યો અને આધ્યાત્મિક ઉન્નતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર પંથકમાં ભક્તિમય અને પવિત્ર વાતાવરણ છવાઈ ગયું હતું. હજારો ભાઈ-બહેનોએ આ જ્ઞાનગંગાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ મેળાવડામાં અન્ય સંતો-મહંતોએ પણ સત્સંગ જ્ઞાનનો લ્હાવો ભાવિકોને આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યુવકે ચાલુ ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલીને કૂદકો માર્યો:231 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરી મચી
    Next Article
    સંતરામપુરમાં આંબા પરથી પટકાતા આધેડનું મોત:પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી, પોલીસ તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment