Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે ચાલુ ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલીને કૂદકો માર્યો:231 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરી મચી

    8 hours ago

    ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે લેન્ડિંગ દરમિયાન એર અરેબિયાની ચાલુ ફ્લાઇટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલીને નીચે કૂદી ગયો. આ ફ્લાઇટ શારજાહથી ચેન્નઈ પહોંચી હતી અને તેમાં 231 મુસાફરો સવાર હતા. ઘટના સવારે લગભગ 3:23 વાગ્યે બની હતી. એરબસ A320 મોડેલની ફ્લાઇટ G9 471 રનવે પરથી ટર્મિનલ તરફ આગળ વધી રહી હતી. ઘટના બાદ પાયલટે તરત જ વિમાનને રોકી દીધું અને એરપોર્ટ અધિકારીઓને જાણ કરી. ત્યારબાદ CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી. સુરક્ષાકર્મીઓએ આરોપી મુસાફરને કસ્ટડીમાં લીધો છે. આરોપીની ઓળખ 29 વર્ષીય મોહમ્મદ શરીફ મોહમ્મદ નજમુદ્દીન તરીકે થઈ છે. તે તમિલનાડુના પુડુકોટ્ટઈનો રહેવાસી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને કારણે થોડા સમય માટે એરપોર્ટ પરની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી, એકને ડાયવર્ટ કરવી પડી એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના બાદ મુખ્ય રનવે (07/25)ને સુરક્ષા કારણોસર 3:25 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યો હતો. રનવે ઓપરેશન લગભગ 4:35 વાગ્યે ફરીથી શરૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણી ફ્લાઈટ્સ મોડી પડી. લંડનથી આવતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA0035ને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુખ્ય રનવે બંધ હોવા દરમિયાન કેટલાક ઓપરેશન સેકન્ડરી રનવે (12/30) પરથી ચલાવવામાં આવ્યા હતા. દાવો- આરોપી માનસિક રીતે બીમાર કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી માનસિક રીતે બીમાર છે. જોકે, સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. ચેન્નઈ એરપોર્ટ દક્ષિણ ભારતનું એક મુખ્ય એવિએશન હબ છે. અહીં બે ક્રોસ રનવે છે. મુખ્ય રનવે 07/25 અને સેકન્ડરી રનવે 12/30. આ એરપોર્ટ પરથી દર વર્ષે 2 કરોડથી વધુ મુસાફરો અવરજવર કરે છે. આ ખાડી દેશોમાંથી આવતી-જતી ફ્લાઇટ્સ માટે એક મોટો ગેટવે છે. --------------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હી-ઇન્દોર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, ફ્લાઇટ રદ:રનવે પરથી પ્લેન પાછું ફર્યું, મુસાફરો કલાકો સુધી AC વગર ભીષણ ગરમીમાં બેસી રહ્યા; એરપોર્ટ પર સૂત્રોચ્ચાર દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2515 ને ટેકનિકલ ખામીના કારણે રનવે પરથી પાછી ટર્મિનલ પર લાવવી પડી. રનવે પર ઉભેલી ફ્લાઇટની અંદર એર કન્ડિશનિંગ (AC) બંધ કરી દેવામાં આવ્યું. ભીષણ ગરમી અને બંધ કેબિનમાં કલાકો સુધી ફસાયેલા રહેવાથી મુસાફરોની તબિયત બગડવા લાગી. મુસાફરો રિફંડની માગને લઈને દિલ્હી એરપોર્ટ પર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ફ્લાઇટ દરરોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરે છે. 1:45 વાગ્યે ઇન્દોર પહોંચે છે. ટેકનિકલ સમસ્યાના કારણે વિલંબ થયો. તેના સાંજે 5 વાગ્યા સુધીમાં ઇન્દોર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Everything you didn’t know about Machiavelli
    Next Article
    સજાપુર ટીંટીસરમાં રામજીબાપાનો સત્સંગ:પંખીઘરના ઉદ્ઘાટન નિમિત્તે આત્મકલ્યાણનો માર્ગ દર્શાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment