Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં આંબા પરથી પટકાતા આધેડનું મોત:પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી, પોલીસ તપાસની માંગ

    8 hours ago

    સંતરામપુરના ગોઠીબડા ગામે આંબા પરથી પટકાતા એક આધેડનું ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનોએ આ મોત અંગે શંકા વ્યક્ત કરી પોલીસ તપાસની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામના 37 વર્ષીય રમેશભાઈ બામણીયા ગત 11મી એપ્રિલે તેમના મિત્ર સાથે ખાતર લેવા નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ ગામમાં એક આંબાના ઝાડ પર કેરી પાડવા ચઢ્યા હતા. આંબાના ઝાડ પરથી અચાનક નીચે પટકાવાના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 2જી મેના રોજ સાંજે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પરિવારજનોએ આધેડના મોત મામલે શંકા વ્યક્ત કરી છે અને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સજાપુર ટીંટીસરમાં રામજીબાપાનો સત્સંગ:પંખીઘરના ઉદ્ઘાટન નિમિત્તે આત્મકલ્યાણનો માર્ગ દર્શાવ્યો
    Next Article
    TTD procured over 70 lakh kg ghee without mandatory testing: Commission report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment