Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપના સદસ્યોની સેન્સ લેવાઈ

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપે જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત અને બે નગરપાલિકામાં બહુમતી મેળવ્યા બાદ આ પ્રક્રિયા હિંમતનગરમાં પ્રદેશ નિરીક્ષકો દ્વારા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ભાજપે સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠમાંથી સાત તાલુકા પંચાયતો (હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ, તલોદ) અને ત્રણમાંથી બે નગરપાલિકાઓ (હિંમતનગર અને ઇડર) માં સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ સાથે ભાજપે સ્થાનિક સ્વરાજ્યમાં પોતાની સત્તા જાળવી રાખી છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પદ માટેની નિમણૂક પ્રક્રિયાના ભાગરૂપે રવિવારે હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો બાબુભાઈ બોખીરીયા, ગુમાનસિંહ ચૌહાણ અને બીનાબેન આચાર્યની ટીમે આ પ્રક્રિયા હાથ ધરી હતી. સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ સેન્સ પ્રક્રિયા બપોર સુધી ચાલી હતી. આ નિરીક્ષક ટીમે જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયતોના ચૂંટાયેલા સદસ્યો તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના સંગઠનના હોદ્દેદારો સાથે પરામર્શ કર્યો હતો. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકો, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિતના અપેક્ષિતો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં પદ માટેની પેનલ તૈયાર કરવામાં આવશે. તૈયાર થયેલી પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આગામી દિવસોમાં આ પદો માટેના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂની હાટડી ચલાવતો ફોલ્ડર ઝડપાયો:ગાંધીનગરના રીઢા લિસ્ટેડ બુટલેગરના પુત્રએ પણ પરંપરાગત ધંધામાં ઝંપલાવ્યું, પિતા, પુત્ર -માતા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો
    Next Article
    'દીકરાનું ઘર'ને વડીલ વંદના રૂપે દાન:અમેરિકા સ્થિત પૌત્રે ₹1,11,111 નો ચેક અર્પણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment