Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દીકરાનું ઘર'ને વડીલ વંદના રૂપે દાન:અમેરિકા સ્થિત પૌત્રે ₹1,11,111 નો ચેક અર્પણ કર્યો

    13 hours ago

    પાટણના ખીમીયાણા ખાતે આવેલા વડીલોના આશ્રયસ્થાન 'દીકરાનું ઘર'ને વડીલ વંદના રૂપે રૂ. 1,11,111નું દાન મળ્યું છે. આ દાન પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિના અમેરિકા સ્થિત પૌત્ર ચિ. વંશ સિમૂલકુમાર પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું હતું. હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'દીકરાનું ઘર' ખાતે રવિવારે આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચિ. વંશ સિમૂલકુમાર પ્રજાપતિએ વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવા આર્થિક સહાય કરી હતી. સંસ્થાને શહેરના દાતા પરિવારો અને વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર મદદ મળતી રહે છે. સંસ્થાના સંચાલક ડો. પ્રહલાદભાઈ પટેલે આ ચેક સ્વીકાર્યો હતો. તેમણે અને આશ્રય લઈ રહેલા વડીલોએ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ અને તેમના પૌત્ર ચિ. વંશ સિમૂલકુમાર પ્રજાપતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકાર્યમાં દામિનીબેન પ્રજાપતિની પુત્રી માલિની અને ચિ. ભવ્યા પણ સહભાગી બન્યા હતા. શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્થા પરિસરની મુલાકાત લીધી હતી અને વડીલો સાથે સમૂહ ભોજન ગ્રહણ કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપના સદસ્યોની સેન્સ લેવાઈ
    Next Article
    Iran US War Impact LIVE | યુદ્ધનાં કારાણે ગુજરાતમાં અતિઘાતક અસર શરૂ થઈ! | Inflation | India |N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment