Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી દારૂની હાટડી ચલાવતો ફોલ્ડર ઝડપાયો:ગાંધીનગરના રીઢા લિસ્ટેડ બુટલેગરના પુત્રએ પણ પરંપરાગત ધંધામાં ઝંપલાવ્યું, પિતા, પુત્ર -માતા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો

    12 hours ago

    ગાંધીનગરના ધોળાકુવાના રીઢા લિસ્ટેડ બુટલેગર મુકેશ ગણેશજી ઠાકોરના પુત્રએ પણ પરંપરાગત ધંધામાં સક્રિય થયો હોવાનું ઇન્ફોસિટી પોલીસના દરોડામાં પર્દાફાશ થયો છે. પોલીસે ગઈકાલે રાતે ધોળાકુવા ગામની પાણીની ટાંકી પાસેથી એક્ટિવામાં વિદેશી દારૂની હાટડી ચલાવતા ફોલ્ડરને 36 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. જેની પૂછતાછમાં દારૂના વેચાણનું નેટવર્ક વોન્ટેડ રીઢા બુટલેગર સહિત તેની પત્ની પુત્રની ત્રિપુટી ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે તમામ વિરુધ ગુનો દાખલ કર્યો છે. રીઢા લિસ્ટેડ બુટલેગરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો એક કહેવત છે ...વડ એવા ટેટા અને બાપ એવા બેટા .. બસ આજ કહેવત મુજબ ગાંધીનગર પોલીસ માટે માથાનો દુખાવા રૂપ ધોળકુવાના રીઢા લિસ્ટેડ બુટલેગર મુકેશ ગણેશજી ઠાકોરના યુવાન પુત્રએ પણ પરંપરાગત ધંધામાં ઝંપલાવી વિદેશી દારૂના વેચાણ માટે દૈનિક 500 રૂપિયાના ભાડા પર ફોલ્ડરોને એક્ટિવ કર્યા હોવાના ઇન્ફોસિટી પોલીસના દરોડામાં પર્દાફાશ થયો છે. એક્ટિવાની ડેકીમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરતો હતો ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વિશાલ શાહની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ધોળાકુવા ગામમાં બાપા સિતારામ પાણીની ટાંકી પાછળ બાવળની ઝાડીઓમાં પાર્થ ઠાકોર નામનો ઇસમ એક્ટિવાની ડેકીમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરી રહ્યો છે. આ હકીકતને આધારે પોલીસે રાત્રિના સમયે રેઈડ કરી હતી. મુખ્ય સૂત્રધાર નાસી છૂટ્યો ત્યારે પોલીસને જોઈને દારૂના લેવા આવેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી.જોકે એક્ટિવા પર બેસી દારૂની હેરાફેરી કરતો વિપુલ મહોબતજી સોલંકી (ઠાકોર) ઝડપાઈ ગયો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર પાર્થ મુકેશજી ઠાકોર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસે એક્ટીવા (GJ-18-FA-9280) તપાસતા તેની ડેકી અને પ્લાસ્ટિકના થેલામાંથી રાજસ્થાનનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તેને દરરોજના રૂ.500ના ભાડા પર દારૂ વેચાણ માટે રાખ્યો હતો જેના પગલે પોલીસે વિપુલ સોલંકીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો ધંધો મુકેશજી ગણેશજી ઠાકોર, તેનો પુત્ર પાર્થ અને પત્ની આશાબેન ત્રણેય મળીને ચલાવે છે અને તેને દરરોજના 500 રૂપિયાના ભાડા પર દારૂ વેચાણ માટે રાખ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં 10,560 રૂપિયાની કિંમતનો દારૂ, 25,000 રૂપિયાની કિંમતનું એક્ટીવા અને દારૂના વેચાણના રૂપિયા મળીને આશરે કુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પિતા, પુત્ર -માતા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો આ મામલે પોલીસે વિપુલ સોલંકીની ધરપકડ કરી નાસી છૂટેલા પાર્થ ઠાકોર, મુકેશજી ઠાકોર તથા આશાબેન ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ધોળાકુવાનો રીઢો લિસ્ટેડ બૂટલેગર મુકેશ ઠાકોર દોઢ દાયકા અગાઉથી દારૂનો વેપલો ચલાવી રહ્યો છે. જેના વિરુધ પાસાનું શસ્ત્ર પણ પોલીસ ઉગામી ચૂકી છે. રીઢો બુટલેગર જામીન પર છૂટીને ફરી સક્રિય જોકે કાયદાની છટકબારીનો લાભ લઈ રીઢો બુટલેગર જામીન પર છૂટીને ફરી સક્રિય થઈ જાય છે. હવે તેનો પુત્ર પણ આ ધંધામાં એક્ટિવ થયો છે. ત્યારે આ રીઢા બુટલેગર કોના આશીર્વાદથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે એ પણ પોલીસ માટે તપાસનો વિષય છે.
    Click here to Read More
    Previous Article
    ઉધારમાં વિમલ આપવાની ના પાડતા દુકાનદાર પર હુમલો, CCTV:જે હાથમાં આવ્યું એ મારી અધમૂઓ કરી નાખ્યો, બે આરોપીની ધરપકડ કરી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
    Next Article
    સાબરકાંઠામાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપના સદસ્યોની સેન્સ લેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment