Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજણમાં ખુલ્લી ગટરમાં આખલો ખાબક્યો:જેસીબી અને સ્થાનિક લોકોની મદદથી ફાયર વિભાગે બહાર કાઢ્યો

    10 hours ago

    વડોદરા સહિત જિલ્લામાં અવાર નવાર ખુલ્લી ગટરમાં ક્યારેક પશુ તો ક્યારેક માનવી પડી જવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લના કરજણના નવાબજાર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસેની ગટરમાં એક આખલો પડી ગયો હતો. જેનું ફાયર વિભાગે ભારે જહેમત રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગને તાત્કાલિક માહિતી મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આખલાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. જેસીબી અને સ્થાનિક લોકોની મદદથી આખલાનું રેસ્ક્યૂ ફાયર વિભાગની ટીમે JCB અને સ્થાનિક લોકોની મદદથી આખલાને સહીસલામત રીતે ગટરમાંથી બહાર કાઢ્યો હતો. બહાર કઢાયેલા અબોલ જીવ ને સદનસીબે કોઈ મોટી ઇજાઓ પહોંચી ન હતી.ઉલ્લેખનીય છે કે, અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. આજે આ અબોલો જીવ હતો, કાલે કોઈ વ્યક્તિ આવી દુર્ઘટનાનો ભોગ બને અને જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ? આ પ્રકારની ઘટનાઓમાં તંત્ર સામે યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પુસ્તક પરબનું આયોજન કરાયું:માતૃભાષા અભિયાન અને યંગ જાયન્ટ્સ બોટાદના સહયોગથી આયોજન
    Next Article
    સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા અબોલ જીવો માટે પહેલ:પાણીના કુંડા, પક્ષીઘર, કીડિયારુંનું નિઃશુલ્ક વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment