Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પુસ્તક પરબનું આયોજન કરાયું:માતૃભાષા અભિયાન અને યંગ જાયન્ટ્સ બોટાદના સહયોગથી આયોજન

    11 hours ago

    બોટાદમાં માતૃભાષા અભિયાન અને યંગ જાયન્ટ્સ બોટાદના સહયોગથી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું. મે મહિનાના પ્રથમ રવિવારે, 3 મે 2026ના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર 1ના પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ યુગમાં લોકોમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાનો અને શ્રેષ્ઠ સાહિત્યને જન-જન સુધી પહોંચાડવાનો છે. પુસ્તક પરબના કાર્યવાહકો કુલદીપ વસાણી, કુલદીપ ખાચર, પારસ જી. ઓગાણિયા અને કાજલ ઓગાણિયા દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આ પ્રસંગે યંગ જાયન્ટ્સના પ્રમુખ અમન દોશી, જાયન્ટ્સ ફેડરેશન ઓફિસર ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, કોર્પોરેટર સતુભા ધાધલ, ડૉ. કાંતિભાઈ બથવાર, દર્શનભાઈ પટેલ, દીપકભાઈ માથુકિયા, મહેન્દ્રભાઈ ખાચર, રમેશભાઈ ચૌહાણ, કાજલ ખસિયા અને પ્રદીપ ગોરજીયા સહિત અનેક સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્ય રસિક લલિતભાઈ સિધ્ધપુરા દ્વારા પુસ્તક પરબને 10 પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા. આ પુસ્તક પરબના પ્રારંભથી બોટાદના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વાતાવરણમાં એક નવો પ્રાણ ફૂંકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આનંદનગરમાં જ્વેલર્સએ લિફ્ટમાં પરણિતા સાથે શારિરીક અડપલા કર્યા:બંને ફોન અને મેસેજમાં વાતો કરતા, બાદમાં મહિલાએ બંધ કરી દીધી હતી; ફરિયાદ નોંધાઈ
    Next Article
    કરજણમાં ખુલ્લી ગટરમાં આખલો ખાબક્યો:જેસીબી અને સ્થાનિક લોકોની મદદથી ફાયર વિભાગે બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment