Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદનગરમાં જ્વેલર્સએ લિફ્ટમાં પરણિતા સાથે શારિરીક અડપલા કર્યા:બંને ફોન અને મેસેજમાં વાતો કરતા, બાદમાં મહિલાએ બંધ કરી દીધી હતી; ફરિયાદ નોંધાઈ

    12 hours ago

    અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષે પરણિતાને તેમની જ ફ્લેટમાં રહેતા વ્યક્તિએ લિફ્ટ માં છાતિના ભાગે અને ગુપ્ત ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી. મહિલાનો સૌ પ્રથમ બંને ફોન અને મેસેજમાં વાતો કરતા હતા ત્યારબાદ મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં લિફ્ટમાં છેડતીની ઘટના બની હતી, જે મામલે મહિલાએ છેડતી કરનાર વ્યક્તિની પત્નીને આ બાબતે જાણ કરી હતી. પરંતુ વધારે ધ્યાન આપ્યું નહોતું જેથી મહિલાએ આ મામલે તેમના નાના ભાઈને વાત કરતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે તપાસ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. બંને ફોન અને મેસેજમાં વાતો કરતા મળતી માહિતી મુજબ આનંદનગર વિસ્તારમાં 40 વર્ષ પરણિતા તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. પરણિતાના ફ્લેટમાં જ એક સોના ચાંદીની દુકાન ધરાવનાર યુવક તેની પત્ની અને તેના બે બાળકો સાથે રહે છે. પાંચેક મહિના પહેલા મહિલા જ્યારે સેટેલાઈટ પ્રેમચંદનગર ખાતે ગઈ હતી ત્યારે બંનેની ઓળખાણ થઈ હતી. એકબીજાની સાથે ફોન અને મેસેજ ઉપર વાતચીત પણ શરૂ થઈ ગઈ હતી. બાદમાં મહિલાએ વાતચીત બંધ કરી દીધી હતી ત્યારબાદ મહિલાને લાગ્યું હતું કે પોતે વધારે છૂટથી વાતો થઈ રહી છે. જેથી તેમણે ફોન અને મેસેજ નહીં કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 15 દિવસ પહેલા કામ અર્થે તેઓ લિફ્ટમાંથી નીચે જઈ રહ્યા હતા ત્યારે લિફ્ટમાં તેમની સાથે આ વ્યક્તિ આવ્યો હતો અને તેણે મહિલાના છાતીના અને ગુપ્ત ભાગે હાથ ફેરવ્યો હતો. મેસેજ ઉપર વાતચીત કરતા હતા તેવી ધમકી આપી ત્યારબાદ જો આ વાત તારા પતિ કે અન્ય વ્યક્તિને કરી તો બંને એકબીજા સાથે ફોન અને મેસેજ ઉપર વાતચીત કરતા હતા તેવી ધમકી આપી અને જતો રહ્યો હતો. ધમકી આપી હોવાના કારણે થઈને આ બાબત તેમના પતિ કે અન્ય કોઈ વ્યક્તિને કરી નહોતી ત્યારબાદ થોડા દિવસ પછી તે વ્યક્તિના પત્નીને છેડતી કરી હેરાન કરતા હોવાની વાત કરી હતી પરંતુ તેમણે સાંભળ્યું નહોતું. આનંદનગર પોલીસે છેડતી કરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો મહિલા તેમના ભાઈના ઘરે ગઈ હતી ત્યારે ત્યાં પણ તેમણે તેમના નાના ભાઈને વાત કરી જેથી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ હોવાથી તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે બાદ પોલીસે છેડતી કરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ:તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના, આગામી 7 દિવસ 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન યથાવત રહેશે
    Next Article
    બોટાદમાં પુસ્તક પરબનું આયોજન કરાયું:માતૃભાષા અભિયાન અને યંગ જાયન્ટ્સ બોટાદના સહયોગથી આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment