Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ:તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના, આગામી 7 દિવસ 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન યથાવત રહેશે

    16 hours ago

    રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી વચ્ચે આજે પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતાં નાગરિકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીનું જોર વધ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની આસપાસ ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે તેવી કોઈપણ પ્રકારની સંભાવના નથી. તેમજ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. કેટલાક શહેરમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સાત દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. આજે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મેં મહિનામાં અસહ્ય ગરમી પડશે પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજમાં દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં દર 1 મીટરે 100વોટના 11 બલ્બ જેટલો તાપ અમદાવાદમાં સૂર્યનાં કિરણોની તીવ્રતા 1100 વોટ પ્રતિ સ્ક્વેર મીટર પર પહોંચી છે. સરળ ભાષામાં કહીએ તો આપણી અગાશી કે રસ્તા પર દર એક મીટરના વિસ્તારમાં 100 વોટના 11 બલ્બ એકસાથે જેટલી ગરમી આપે, તેટલો તાપ અત્યારે આકાશમાંથી વરસી રહ્યો છે. હવામાન વિભાગના ‘સનશાઇન રેકોર્ડર’ (સૂર્યનાં તાપની તીવ્રતા માપવાનું સાધન)માં આ ચોંકાવનારી વિગત સામે આવી છે. આ સિવાય પણ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન સોલાર રેડિએશન અને અલ્ટ્રા વાયલેટ (UV) ઈન્ડેક્સ 11થી 12 વચ્ચે નોંધાયો છે, જે ‘ઘાતક’ શ્રેણીમાં આવે છે. ડર્મેટોલોજિસ્ટના કહેવા મુજબ, આ સ્થિતિમાં જો સતત 15થી 20 મિનિટ ઊભા રહેવાનું થાય તો ચામડીના કોષો બળવાનું જોખમ ઊભું કરે છે. હવામાં ‘વોટ’ આ રીતે મપાય છે? માપન પદ્ધતિ: હવામાન વિભાગ સનશાઇન રેકોર્ડર’ નામના સાધનનો ઉપયોગ કરે છે. આ એક નાનો કાચનો ડોમ હોય છે, જેની અંદર અત્યંત સેન્સિટિવ બ્લેક સેન્સર હોય છે. કાર્ય પદ્ધતિ: સૂર્યનાં કિરણો જ્યારે આ બ્લેક સેન્સર પર પડે છે ત્યારે તે ગરમ થાય છે. આ ગરમીના આધારે સાધન ‘વોલ્ટેજ’ પેદા કરે છે. આ પણ વાંચો MP-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ દેશના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે ભારે પવનો સાથે વરસાદે ભીષણ ગરમીમાંથી રાહત આપી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ એટલે કે 8 રાજ્યોમાં તેજ પવનો સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા. રાજસ્થાનના જયપુર, બીકાનેર, જોધપુર સહિત ઘણા શહેરોમાં તેજ આંધી ચાલી. 11 શહેરોમાં પારો 40 ડિગ્રીથી નીચે આવી ગયો. જયપુરના જયસિંહપુરા ખોરમાં તોફાનથી વીજળીનો તાર તૂટીને રસ્તા પર પડી ગયો. તેની ઝપેટમાં આવવાથી બાઇક સવાર યુવક જીવતો સળગી ગયો. ઉત્તરાખંડના દેહરાદૂનમાં કરા પડ્યા. ઉત્તરકાશીમાં સીએમ પુષ્કર સિંહ ધામીનું હેલિકોપ્ટર કરા પડવા વચ્ચે લેન્ડ થયું. આ તરફ, દેશના ઘણા શહેરોમાં હજુ પણ હીટવેવની સ્થિતિ છે. શનિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 4 શહેરોમાં તાપમાન 44°C થી વધુ રહ્યું. મહારાષ્ટ્રનું વર્ધા 44.5°C તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું. ચંદ્રપુરમાં 44.4°C પારો રહ્યો. રાજસ્થાનના જેસલમેરમાં 44.4°C અને બાડમેરમાં 44.3°C તાપમાન નોંધાયું. છત્તીસગઢના ધમતરીમાં રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    500-500ની નોટો પાથરીને સૂતી છોકરી ટાંકી પર ચઢી:બૂમો પાડીને બોલી- મરી જઈશ; 9 કલાક સુધી ડ્રામા કર્યો; લવમેરેજ કર્યા હતા
    Next Article
    આનંદનગરમાં જ્વેલર્સએ લિફ્ટમાં પરણિતા સાથે શારિરીક અડપલા કર્યા:બંને ફોન અને મેસેજમાં વાતો કરતા, બાદમાં મહિલાએ બંધ કરી દીધી હતી; ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment