Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા અબોલ જીવો માટે પહેલ:પાણીના કુંડા, પક્ષીઘર, કીડિયારુંનું નિઃશુલ્ક વિતરણ કરાયું

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે અબોલ જીવો માટે સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. અલંકાર ટોકીઝ રોડ પાસે સવારે 9:30 કલાકે પાણીના કુંડા, પક્ષીઘર અને કીડિયારુંના નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 100 થી વધુ પાણીના કુંડા, 50 થી વધુ કીડિયારુંની બોટલ અને 50 થી વધુ પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના હસ્તે આ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કેયુરભાઈ કોઠારી, મંત્રી રાજુભાઈ પરીખ, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ અને તેમની સમગ્ર કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કરજણમાં ખુલ્લી ગટરમાં આખલો ખાબક્યો:જેસીબી અને સ્થાનિક લોકોની મદદથી ફાયર વિભાગે બહાર કાઢ્યો
    Next Article
    North India Weather Update | ઉત્તર ભારતમાં અષાઢી માહોલ | Haryana | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment