Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડબલ મર્ડરના આરોપી પિતા અને બે પુત્રને પોલીસે લાકડીથી ફટકાર્યા:સુરતમાં પોલીસ ચોકી પાસે જ પુત્રીની છેડતીને લઈ ઠપકો આપતા પિતા અને પિતરાઈ ભાઈની હત્યા કરી'તી

    10 hours ago

    સુરત શહેરના લિંબાયતના કમરૂ નગર પોલીસ ચોકી પાસે સગીરાની છેડતી કરી તેના પિતા અને પિતરાઈ ભાઈની હત્યા કરી એકને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાના પગલે રહીશોમાં -રોષ ફેલાયો હતો. ટોળાંએ હુમલાખોરોના વાહનોની તોડફોડ કરતાં દોડતી થયેલી પોલીસે ચાર આરોપી તથા છેડતી કરનાર સગીરને ડિટેઈન કર્યો હતો. દરમિયાન પોલીસે હત્યાના આરોપી એવા પિતા અને બે પુત્રોને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓને જાહેરમાં જ લાકડીઓથી ફટકારવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓએ 26 એપ્રિલે ડબલ મર્ડર કર્યું હતું મળતી માહિતી પ્રમાણે, ઘટના 26 એપ્રિલના રોજ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં બની હતી. રિક્ષા ચલાવતાં ઈરફાનઅલી સૈયદ (ઉ.વ. 39) તેમના બનેવી ખાલીક રજાક શેખ (ઉ.વ. 60) અને તેમના ભાણેજ ઇકબાલ (ઉ.વ. 30)ને નજીકમાં રહેતાં અમન અમઝદ, આવેશ અમજદ, અમજદ મણિયાર, જેબુન્નીશા મણિયાર અને એક સગીર ચપ્પુ સાથે તૂટી પડયા હતા. હુમલામાં ઘવાયેલા ત્રણેયને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં ઈરફાન અલીનું મોત નીપજ્યું હતું. જયારે 30 એપ્રિલના રોજ ઈકબાલની પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવતીની સિટી વગાડી છેડતી કરવા મામલો બિચક્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યામાં સામેલ ચાર પુખ્તની ધરપકડ કરવાની સાથે સગીરને ડિટેઈન કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સગીરે ઈરફાનની પુત્રીને જોઈ બપોરે સિટી વગાડી છેડતી કરી હતી. જેને લઇ આ સગીરા અને તેની માતા ઠપકો આપતાં જતાં આરોપીઓએ તેમને માર માર્યો હતો. રાત્રે ફરી હુમલાખોરો બેફામ બન્યા હતા અને ચપ્પુ જેવા ઘાતક શસ્ત્રોથી હુમલો કરી બેની હત્યા કરી નાંખી હતી. ઠપકો આપવા ગયેલા યુવતીના પિતા અને ભાઈને પતાવી દીધા પુત્રીની છેડતી કરી ઠપકો આપવા આવેલા પિતા અને પિતરાઈ ભાઈને રહેંસી નાંખનાર માથાભારે પરિવાર વિરુદ્ધ રહીશો વિફર્યા હતા. તેમનાં વાહનોની તોડફોડ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે આરોપીઓઓની ધરપકડ કરી લેવાની સાથે તંગદિલી રોકવા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આરોપી પિતા અને તેના 2 પુત્રને દોરડાથી બાંધીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન લિંબાયત પોલીસ દ્વારા આરોપી એવા પિતા અને બે પુત્રને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જેના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લિંબાયત પોલીસ જિંદાબાદ ના નારાઓ લાગી રહ્યા હતા. ત્યારે જાહેરમાં જ લિંબાયત પોલીસ દ્વારા આરોપી પિતા અને બે પુત્રોને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા. આરોપી પિતા અને બંને પુત્રો બે હાથ જોડી અને બે કાન પકડીને માફી માગતા નજરે પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીતા રબારીના સુરે જનતા મન મૂકીને ઝૂમી:શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા, દાનની સરવાણી વહી; માત્ર બે દિવસમાં ₹1.01 કરોડનું અનુદાન
    Next Article
    પાટણના સંશોધકોને વનસ્પતિ મોનિટરિંગ ટેક્નોલોજીનું પેટન્ટ મળ્યું:કૃષિ અને પર્યાવરણ માટે ઉપયોગી સિસ્ટમ વિકસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment