Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સંશોધકોને વનસ્પતિ મોનિટરિંગ ટેક્નોલોજીનું પેટન્ટ મળ્યું:કૃષિ અને પર્યાવરણ માટે ઉપયોગી સિસ્ટમ વિકસાવી

    9 hours ago

    પાટણના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ એક નવીન સંશોધન કાર્યને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માન્યતા મળી છે. આ સંશોધન માટેની પેટન્ટ તા. 01 મે 2026 ના રોજ પ્રકાશિત થયેલ પેટન્ટ જર્નલ (Journal No. 18/2026) માં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવી છે. આ પેટન્ટ "A System and Method for Botanical Data Collection Using Distributed Sensor Network Integration Modules" શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. આ સંશોધન કાર્યમાં શેઠ એમ.એન. સાયન્સ કોલેજ, પાટણના વનસ્પતિશાસ્ત્ર વિભાગના ડૉ. મેહુલકુમાર ચૂનીલાલ મકવાણા, ડૉ. નરેન્દ્રકુમાર કિર્તિભાઈ પટેલ અને ડૉ. ચિંતનકુમાર જસવંતલાલ બારોટે સંયુક્ત રીતે કામ કર્યું છે. તેમણે આધુનિક ટેક્નોલોજી અને વનસ્પતિ વિજ્ઞાનને જોડીને એક પ્રયોગાત્મક અને ઉપયોગી સિસ્ટમ વિકસાવી છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ વનસ્પતિ અને પર્યાવરણ સંબંધિત મહત્વપૂર્ણ પરિમાણોનું સચોટ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવાનો છે. કૃષિ અને પર્યાવરણ બંને ક્ષેત્રોમાં ડેટા આધારિત નિર્ણય લેવાની જરૂરિયાત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ સંશોધન તૈયાર કરાયું છે. ડૉ. નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સિસ્ટમ છોડમાં થતી તણાવની પરિસ્થિતિઓ જેવી કે પાણીની અછત, તાપમાનમાં અચાનક ફેરફાર, પોષક તત્વોની અછત અને પર્યાવરણ પ્રદૂષણને સમયસર ઓળખવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ નવીન સિસ્ટમમાં વિતરિત સેન્સર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક સેન્સર મોડ્યુલમાં સેન્સર એરે યુનિટ, એજ પ્રોસેસિંગ યુનિટ, કમ્યુનિકેશન ઇન્ટરફેસ, પાવર મેનેજમેન્ટ સિસ્ટમ અને લોકલ ડેટા સ્ટોરેજ હોય છે. આ સેન્સરો માટીની ભેજ, તાપમાન, હવાની ભેજ, પ્રકાશની તીવ્રતા, pH સ્તર અને ગેસ કન્સન્ટ્રેશન જેવા વિવિધ પરિમાણોનું માપન કરે છે. એકત્રિત થયેલ માહિતી વાયરલેસ નેટવર્ક મારફતે સેન્ટ્રલ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ સુધી પહોંચાડવામાં આવે છે. કેન્દ્રિય સિસ્ટમમાં મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેના આધારે આગાહીઓ, તાત્કાલિક ચેતવણીઓ અને નિર્ણય માટે માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે. આ આવિષ્કાર માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ નથી, પરંતુ કૃષિ અને પર્યાવરણ ક્ષેત્રે ટકાઉ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. બોટનિકલ એડવાન્સ્ડ એસોસિએશન, ગુજરાતના પ્રમુખ ડૉ. એન. કે. પટેલ અને ઉપપ્રમુખ ડૉ. ભુપેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમજ કોલેજ પરિવારે સંશોધકોને અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ડબલ મર્ડરના આરોપી પિતા અને બે પુત્રને પોલીસે લાકડીથી ફટકાર્યા:સુરતમાં પોલીસ ચોકી પાસે જ પુત્રીની છેડતીને લઈ ઠપકો આપતા પિતા અને પિતરાઈ ભાઈની હત્યા કરી'તી
    Next Article
    Gujarat Competitive Exams | આજે રાજયમાં એક સાથે ત્રણ અલગ અલગ પરીક્ષાઓનું આયોજન | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment