Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે જીવન ટૂંકાવ્યું:પત્ની અને સાસરિયાંના ત્રાસથી પતિનું સસરાના ઘરની બહાર આત્મવિલોપન

    13 hours ago

    ભાવનગર શહેરમાં રહેતા એક યુવકની પત્ની રિસામણે જતી રહી હતી. જે બાદ યુવકને તેના સાસરીયાઓ દ્વારા આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, રિસામણે રહેલી પત્ની સાસરીયે ઘરે પરત ન ફરતા યુવકે સસરાના ઘરની બહાર આત્મવિલોપન કરી જીવ ટુંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બે દિવસ અગાઉ યુવકે પેટ્રોલ છાંટી શરીરે આગ ચાંપી દેતા યુવકનું સારવાર દરમ્યાન આજે મોત થતાં મૃતકના મોટા ભાઇએ મૃતકની પત્ની, સાસુ સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં આડોડિયાવાસમાં રહેતા રાજેન્દ્રભાઇ શાંતીભાઇ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના નાના ભાઇ યજ્ઞેશભાઇના નવેક વર્ષ અગાઉ અક્ષીતાબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેમને સંતાન ન થતાં અક્ષિતાબેનની દવા શરૂ કરવામાં આવી હતી પરંતુ જેના રૂપિયા યજ્ઞેશભાઇએ તેમના કાકાજી સસરા પાસેથી ત્રણેક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ ઘરકંકાસ થતાં થોડાક દિવસો અગાઉ તેમના પત્ની અક્ષિતાબેન રિસામણે જતા રહેલ હતા. બીજી બાજું યજ્ઞેશભાઇના કાકાજી સસરા અને સાસરીયાઓએ આપેલા રૂપિયાના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી અને યજ્ઞેશભાઇ રિસામણે રહેલા અક્ષિતાબેનને પરત ઘરે લેવા ગયા તે વેળાએ પત્ની અને સાસરીયાઓ દ્વારા યજ્ઞેશભાઇને ગાળો આપી, બોલાચાલી કરી, ઝઘડો કરતા યજ્ઞેશભાઇએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી સસરાના ઘરની અંદર જ શરીરે પેટ્રોલ છાંટી, આગ ચાંપી ઘરની બહાર સળગેલી હાલતે દોડી આવતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. જે ઘટના બાદ યજ્ઞેશભાઇને ગંભીર હાલતે સર ટી.માં ખસેડાયા હતા જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. જે ઘટનામાં રાજેન્દ્રભાઇએ યજ્ઞેશભાઇના પત્ની અક્ષીતાબેન, સસરા સુનિલભાઇ અશોકભાઇ પરમાર, વિશાલ અશોકભાઇ પરમાર, સાસુ રીનાબેન સુનીલભાઇ પરમાર, કાકાજી સસરા વિશાલ અશોકભાઇ પરમાર, વિશ્વાન ઉર્ફે લાલો વિશાલભાઇ પરમાર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. થોડાક દિવસો અગાઉ પણ મૃતક યજ્ઞેશભાઈ પત્નીને તેડવા માટે તેમના સાસરિયે ગયા હતા ત્યારે પણ સસરા સાથે બોલાચાલી થતા યજ્ઞેશભાઈએ પોતની જાતે લાકડાના ધોકા પોતાના માથા ઉપર મારી ઈજા કરી હતી. યુવકે બોરતળાવમાં આત્મહત્યાનો પ્રયાસ કરેલો મૃતક યજ્ઞેશભાઇ તેના પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી મિત્રના ઘરે જવ છું તેમ કહીને ઘરેથી નિકળી ગયા હતા. મોડે સુધી ઘરે પરત ન ફરતાં રાજેન્દ્રભાઇને યજ્ઞેશભાઇના મિત્રને જાણ કરી હતી. જે બાદ યજ્ઞેશભાઇના મિત્રએ શોધખોળ શરૂ કરતા યજ્ઞેશભાઇ બોરતળાવ ખાતે આત્મહત્યા કરવા ગયા હોવાની જાણ થઇ હતી અને યજ્ઞેશભાઇને આત્મહત્યા કરતા રોકી ઘરે પરત લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રેલેવેએ એગ્રિમેન્ટ રિન્યૂ ન કર્યો:શહેરના આતાભાઈ જોગર્સ પાર્કની જાળવણી બંધ થવાની સંભાવના
    Next Article
    સવારે 6થી બપોરના 1 વીજકાપ:41 ડિગ્રી તાપમાન વચ્ચે મંગળવારથી શુક્રવાર સુધી શહેરમાં વીજકાપ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment