Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલેવેએ એગ્રિમેન્ટ રિન્યૂ ન કર્યો:શહેરના આતાભાઈ જોગર્સ પાર્કની જાળવણી બંધ થવાની સંભાવના

    12 hours ago

    ભાવનગર શહેરના આતાભાઈ રોડ પાસે આવેલ આતાભાઈ જોગર્સ પાર્ક નં. 1, 2 અને 3 ની જાળવણી અંગે મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. છેલ્લા 22 વર્ષથી કૃષ્ણનગર સંસ્કાર મંડળ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંભાળવામાં આવતા આ પાર્કનું મેઇન્ટેનન્સ હવે બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર, સંસ્થા દ્વારા દર મહિને અંદાજે રૂ. 1 લાખનો ખર્ચ કરીને પાર્કની જાળવણી કરવામાં આવતી હતી. જોકે, સંસ્થા અને રેલવે વચ્ચે થયેલ એગ્રિમેન્ટ 25 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ ગયું છે અને રેલવે વિભાગ દ્વારા એગ્રીમેન્ટને ફરીથી રિન્યૂ કરવાનું શક્ય નહીં હોવાનું જણાવાયું છે. ટ્રસ્ટ તરીકે કાર્યરત સંસ્થાએ કાયદાકીય કારણોસર એગ્રીમેન્ટ વગર આટલો મોટો ખર્ચ ચાલુ રાખવો શક્ય ન હોવાનું જણાવી, 31 મે 2026થી જોગર્સ પાર્કનું મેઇન્ટેનન્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ રેલવેને જમીનનો કબ્જો પરત આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હાલમાં આ જોગર્સ પાર્કનો રોજ હજારો નાગરિકો લાભ લઈ રહ્યા છે. લગભગ 1 કિલોમીટર લાંબા પાર્કમાં અનેક ઝાડો, નિયમિત સફાઈ, પાણીની સુવિધા તેમજ રાત્રે લાઈટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જે હવે બંધ થવાના ભયથી નગરજનોમાં ચિંતા વ્યાપી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષ્ણનગર સંસ્થાએ ભાવનગર મહાનગરપાલિકાને અનુરોધ કર્યો છે કે તખ્તેશ્વર સ્ટેશનથી ખોડિયાર મંદિર સુધીના પાર્કની જાળવણી મહાનગરપાલિકા દ્વારા સંભાળવામાં આવે. જો આવું નહીં થાય તો પાર્ક વિસ્તારમાં ગંદકી, દબાણ અને અસામાજિક પ્રવૃત્તિઓ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તે નગરજનો માટે મહત્વપૂર્ણ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જોગર્સ પાર્કમાં વધતા જતા ન્યુસન્સને પણ અટકાવવા જરૂરી બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ:મેયર, ચેરમેન માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા
    Next Article
    યુવકે જીવન ટૂંકાવ્યું:પત્ની અને સાસરિયાંના ત્રાસથી પતિનું સસરાના ઘરની બહાર આત્મવિલોપન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment