Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ:મેયર, ચેરમેન માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા

    11 hours ago

    ભાવનગર કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ભાજપના નગરસેવકોમાં ભારે રસાકસી જામી છે. આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ભાજપના નગરસેવકો સહિતની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ ભૂતકાળથી જ નિરીક્ષકોની ઔપચારિકતા સાબિત થતાં નગરસેવકો પોતાના આકાઓ મારફત પદ મેળવવા માટે જોર લગાવી રહ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ છે. કોર્પોરેશનમાં સત્તા સ્થાને ભાજપ હોવાથી આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકો ભાવનગર ખાતે કોર્પોરેશનના પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ સહિતના ત્રણ નિરીક્ષકો દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે નગરસેવકો, શહેર સંગઠન, ધારાસભ્ય, વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિતનાએ વ્યક્તિગત અને વોર્ડની પેનલ પ્રમાણે પોતપોતાની રજૂઆત કરી હતી. જોકે મોટાભાગના નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા પક્ષના આદેશને શિરોમાન્ય ગણાવ્યો હતો. નિરીક્ષકો સમક્ષ નગર સેવકોએ ભલે પક્ષના આદેશને શિરોમાન્ય ગણાવ્યો હોય પરંતુ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પોતાના આકાઓ દ્વારા પ્રેશર ટેકનિક શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા અગાઉ જેની પેનલ તુટશે તેને હોદ્દો નહીં ની પોલીસી રાખી હતી. તે મુજબ પણ ઘણા નગરસેવકોની બાદબાકી થઈ જાય તેમ છે. તદુપરાંત અગાઉની ટર્મમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કરાઈ ત્યારે ઘણા નગર સેવકોના સપના રગદોળાઈ જતા જાહેરમાં સંગઠનની સામે આવ્યા હતા. તેમજ ભાજપના પૂર્વ શહેર અધ્યક્ષ સામે પણ સણસણતા આક્ષેપો કરી ભાજપના જ નગરસેવકો પ્રદેશ સુધી પહોંચ્યા હતા. જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી આગામી નવી નિમણૂક માટે પ્રદેશ કક્ષાએ અભ્યાસ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આજે નીટની પરીક્ષા:પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
    Next Article
    રેલેવેએ એગ્રિમેન્ટ રિન્યૂ ન કર્યો:શહેરના આતાભાઈ જોગર્સ પાર્કની જાળવણી બંધ થવાની સંભાવના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment