Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવારે 6થી બપોરના 1 વીજકાપ:41 ડિગ્રી તાપમાન વચ્ચે મંગળવારથી શુક્રવાર સુધી શહેરમાં વીજકાપ રહેશે

    12 hours ago

    મે માસમાં 41થી 42 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી પડી રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી તા.5 મેથી 8 મે, મંગળવારથી શુક્રવાર દરમિયાન સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજકાપ હોય આ વિસ્તારના નગરજનોએ ગરમીમાં શેકાવાની ફરજ પડશે. તા.5 મેને મંગળવારે 11 કેવી રેન્ટવાલા ફીડર હેઠળના સિંધુનગર, સરદારનગર, પ્રભાત સોસાયટી, મ્યુનિસિપલ સોસાયટી, વિદ્યુત સોસાયટી, પંચશીલ સોસાયટી, માલધારી સોસાયટી, મફતનગર, શિક્ષક સોસાયટી,શહેરી ફરતી સડક, કાકુરામ મંદિર વિસ્તાર અને નર્મદા વસાહતમાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. તા.6 મેને બુધવારે 11 કેવી જ્ઞાનમંજરી ફીડર હેઠળના ભાખલપરા, સૂર્યનગર, નંદનવન, સ્વામિનારાયણનગર, મહાવીરનગર, જ્ઞાનમંજરી સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ આસપાસનો વિસ્તાર, હરિઓમનગર (કાળીયાબીડ), નિલમણીનગર, યોગેશ્વરનગર, અક્ષરધામ-1-2-3, પ્રમુખસ્વામીનગર, મારુતિ સોસાયટી, શાંતિનગર 1(ભયલુભાઇની વાડી) સહિતના વિસ્તારોમાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. તા.7 મેને ગુરૂવારે 11 કેવી મીરાનગર ફીડર હેઠળના ચંદ્રદર્શન પાર્ક, ગૌતમનગર-1-2, ચિત્રા બેંક કોલોની, મધુવન સોસાયટી, ચિત્રા નારેશ્વર સોસાયટી, ગણેશનગર-1-2, પોલીસ કર્મચારી સોાસયટી,, ઈશ્વરનગર, રામનગર, બોરતળાવ, મફતનગર, સીતાનગર, મીરાનગર ફિલ્ટરની ટાંકી આસપાસનો વિસ્તાર, વોટર વર્ક્સ વિસ્તાર વગેરેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. તા.8 મેને શુક્રવારે 11 કેવી બુધેલ જેજીવાય ફીડર હેઠળના ઝાંઝરીયા હનુમાન મંદિર વિસ્તાર, આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, ઝાંઝરીયા હનુમાન રોડ, નેશનલ હાઈવે-51, બુધેલ ગામ તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.
    Click here to Read More
    Previous Article
    યુવકે જીવન ટૂંકાવ્યું:પત્ની અને સાસરિયાંના ત્રાસથી પતિનું સસરાના ઘરની બહાર આત્મવિલોપન
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર એક્સપોઝ:એક જ સ્થળે સરકારી શાળાના 45 લાખના ઓરડા અને 35 કરોડનો ફોરટ્રેક રોડ મંજૂર!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment