Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર એક્સપોઝ:એક જ સ્થળે સરકારી શાળાના 45 લાખના ઓરડા અને 35 કરોડનો ફોરટ્રેક રોડ મંજૂર!

    11 hours ago

    દેશના ભાવિના ઘડતર માટે સરકાર ચિંતિત છે અને શૈક્ષણિક સુવિધાઓ વધારવા માટે અબજો રૂપિયા ફાળવે છે. પરંતુ સરકારના જ જુદા જુદા બે વિભાગોના સંકલનના અભાવે અતિશય પછાત એવા દરબારી ભાઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં કોર્પોરેશનની નવાબંદર પ્રાથમિક શાળાના અંદાજે 45 લાખના ખર્ચે નવા બનતા ઓરડાનું બાંધકામ તે જગ્યા પરથી ફોર ટ્રેક રોડ કાઢવાનો હોવાથી અટક્યું છે. એક તરફ સરકારે નવા ઓરડા બનાવવા મંજૂરી આપી છે ત્યારે બીજી તરફ તે જ જગ્યા રોડ માટે પણ ફાળવી છે. તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ ગરીબ વર્ગના બાળકો બની રહ્યા છે. કોર્પોરેશનમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો ભળી ગયા બાદ તે વિસ્તારોમાં આવતી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓનો પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ એકમાત્ર નવાબંદર પ્રાથમિક શાળા સીમાંકનના વિવાદોને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિલીન કરવામાં આવી ન હતી. અંતે 1લી ઓક્ટોબર 2025ના રોજ ભાવનગર મહાનગર શિક્ષણ સમિતિમાં વિલીન થઈ હતી. જેનું નામ પણ પ. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રાથમિક શાળા નંબર 26 રાખવામાં આવ્યું છે. કોર્પોરેશનની શિક્ષણ સમિતિમાં નવા બંદર પ્રાથમિક શાળા ભળી તે પહેલા જિલ્લા પંચાયત હસ્તકની શાળા હતી ત્યારે શાળાની માગણી મુજબ ઘટ પડતા ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અંદાજે 45 લાખના ખર્ચે નવા ચાર ઓરડા મંજૂર કરાયા બાદ શાળાના આગળના મેદાનમાં 10મી માર્ચ 2026ના રોજથી ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનમાં નવાબંદર પ્રાથમિક શાળા વિલીન થઈ ગઈ હતી, પરંતુ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બનાવવામાં આવતા ઓરડા બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે કોઈ સંકલન કરવામાં આવ્યું ન હતું. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભાવનગર સીટીથી નવાબંદર રોડને 35 કરોડથી વધુના ખર્ચે 5.600 કિલોમીટર ચાર માર્ગીય બનાવવાનું કામ પણ સરકાર દ્વારા મંજૂર પણ કરવામાં આવ્યું અને વર્ક ઓર્ડર પણ આપી દીધો છે. તે ફોર ટ્રેક રોડ માટે નવાબંદર પ્રાથમિક શાળાના મેદાનમાં બનતા નવા ઓરડા અડચણરૂપ હોવાનું માર્ગ મકાન વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ સમયે ધ્યાન પર આવ્યું હતું. જેથી તાત્કાલિક સમગ્ર શિક્ષા અભિયાન કચેરીને જાણ કરી ઓરડાના બાંધકામને અટકાવી દેવામાં આવ્યું છે. સરકારી ફાળવણી જે જગ્યા પર 45 લાખના ખર્ચે નવા ઓરડા બની રહ્યા છે તે જ જગ્યા પર 35 કરોડથી પણ વધુના ખર્ચે રોડ પણ મંજૂર થયેલો છે. જે સરકારના વિભાગોના સંકલનના અભાવે ગરીબ બાળકોને મળતી સુવિધા પણ અટકી ગઈ છે અને સરકારના લાખો રૂપિયાના આયોજન પણ ફોક નીવડે છે. 1673 ચોરસ મીટર સરકારી પડતર જમીન શિક્ષણ વિભાગને ફાળવી હતી મીઠા ઉત્પાદન માટે ભાડાપટ્ટે ફાળવેલ ભાવનગર સ્ટેટ વખતના દરબારી ભાઠાની 2220 એકર જમીનમાંથી 1673.90 ચોરસ મીટર સરકારી પડતર જમીન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાન્યુઆરી 2014માં ફાળવવામાં આવી હતી. જે જમીનમાં બનેલી પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત હસ્તકની હતી તે હવે કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિની શાળા છે. નવી શાળા કે ઓરડા માટે કોઈ સંકલન કરાતું નથી શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી શાળાઓ, નવા ઓરડાના બાંધકામ સંદર્ભે અને ભૌતિક સુવિધા બાબતે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંકલન કરાતુ નથી. નવાબંદર પ્રાથમિક શાળામાં પણ બની રહેલા ઓરડા માટે સમિતિ પાસે કોઈ વિગત નથી. જેની ગંભીરતા લઈ શિક્ષણ સમિતિની કોઈ પણ શાળામાં બાંધકામ બાબતે શિક્ષણ સમિતિની મંજૂરી અને અભિપ્રાય લેવા જણાવ્યું છે. > સમીર જાની, શાસનાધિકારી 26 મીટર રોડનું માર્જિન મૂકી ઓરડાનું કામ શરૂ કર્યું નવાબંદર પ્રાથમિક શાળા માટે વર્ષ 2014માં કલેકટર દ્વારા જમીન ફાળવેલી છે. જે શાળામાં ઓરડાની ઘટ પડતી હોવાથી નવા ઓરડા બનાવી આપવાની રજૂઆતના આધારે 26 મીટર રોડનું માર્જિન મૂકી નવા ઓરડાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ રોડ માટે જમીનની જરૂરિયાતના અનુસંધાને હાલમાં કામ બંધ કર્યું છે. સરકારના આદેશ બાદ નિર્ણય કરાશે. > અરવિંદ નિમાવત, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર સમગ્ર શિક્ષા અભિયાન સપ્ટેમ્બર 2024માં રોડને વહીવટી મંજૂરી, ફેબ્રુઆરી 2026માં જમીન વર્ગફેર કરવા કલેકટર પાસે માગણી છતાં માર્ચમાં ઓરડાનું કામ શરૂ કર્યું રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની જરૂરી સ્ટ્રક્ચર અને વાઈડનીંગની કામગીરી માટે સપ્ટેમ્બર 2024માં શહેરથી નવાબંદર રોડ 5.60 કિ.મી. લંબાઈ બનાવવાની વહીવટી મંજૂરી આપી હતી. દરબારી ભાઠા પૈકીની જમીનમાંથી રસ્તાને સમાંતર 45 મીટર પહોળાઈમાં 181313.094 ચો.મી. જમીનની જરૂરિયાત હોવાથી આ જમીન વર્ગ ફેર કરી આપવા માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર દ્વારા ફેબ્રુઆરી 2026માં કલેક્ટર પાસે માગણી કરી હતી. તેમ છતાં માર્ચ 2026માં SSA દ્વારા ઓરડાનું કામ શરૂ કર્યું હતું. વિભાગોની બેદરકારી બદલ PM સુધી રજૂઆત કરી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઓક્ટોબર 2025થી નવાબંદર પ્રાથમિક શાળાનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. શાળામાં ઓરડાની ઘટ હતી તેમાં સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા ઓરડાનું બાંધકામ શરૂ છે. પરંતુ વિભાગોના સંકલનના અભાવની બેદરકારીના કારણે બાળકોને ઓરડાની સુવિધા અટકી ગઈ છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે. > ડો. નિકુંજ મહેતા, ચેરમેન શિક્ષણ સમિતિ
    Click here to Read More
    Previous Article
    સવારે 6થી બપોરના 1 વીજકાપ:41 ડિગ્રી તાપમાન વચ્ચે મંગળવારથી શુક્રવાર સુધી શહેરમાં વીજકાપ રહેશે
    Next Article
    ઈરાન યુદ્ધથી દુનિયા પર ખાદ્ય સંકટનું જોખમ:એક્સપર્ટે કહ્યું- હોર્મુઝ બંધ થવાથી ફર્ટિલાઇઝર સપ્લાય અટકી, ઉત્પાદન 30% ઘટી શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment