Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો પત્નીને પણ પુરુષ મિત્ર રાખવા હતા, પતિએ વિરોધ કર્યો, આખરે બંને રાજી થયા ‘આવું નહીં કરીએ’

    13 hours ago

    લગ્ન બાદ ત્રીજા પાત્ર સાથે મિત્રતા રાખવાના એક ચોંકાવનારા કેસમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. શહેરના ધનાઢય પરિવારમાંથી આવતા પતિએ પત્ની આવું નહીં કરે એ માટે વિરોધ કર્યો હતો, જોકે પત્નીએ મિત્ર રાખવા જ હતા. પતિએ પરમિશન નહીં આપતા આખરે પત્ની પિયર જતી રહી અને મીડિયેશન સેન્ટરમાં અરજી કરી દીધી હતી. મિડિયેશન સેન્ટરમાં એડવોકેટ બકુલ જોબનપુત્ર પુત્ર દંપતિ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પતિ પણ આખરે પાત્ર નહીં બદલવા મામલે રાજી થયો હતો.પતિ પોતાની અગાઉની લાઇફ સ્ટાઇલ છોડવા રાજી થયો હતો. કેસની વિગત મુજબ, પાલ ખાતે રહેતા કરોડપતિ પરિવારના સંતાને સામાન્ય ઘરમાંથી આવતી યુવતી સાથે લગ્ન કર્યા હતા બંને એક ઓફિસમાં મળ્યા હતા જ્યાં મુલાકાત બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો,.લગ્ન બાદ પતિએ પોતાની જૂની લાઈફ સ્ટાઈલ જાળવી રાખી હતી. જેમાં તે પોતાના ગ્રુપમાં જ કેટલીક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હતો.પત્નીને જ્યારે આ વાતની જાણ થઈ હતી ત્યારે તે શરૂઆતમાં સંકોચાઈ હતી પરંતુ બાદમાં તેણે પણ મિત્ર રાખવાની વાત કરી તો પતિએ તેનો વિરોધ કર્યો હતો. જોકે પત્નીએ પણ પતિની જેમ પાત્ર બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બાબતે બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને આખરે પત્ની પિયર રહેવા આવી ગઈ હતી અને પતિને નોટિસ મોકલાવી હતી ફેમિલી કોર્ટના મિડિયેશન સેન્ટરમાં બંને વચ્ચે સમાધાન થયું નોટિસ બાદ સમગ્ર મામલો મિડિયેશન સેન્ટરમાં આવ્યો હતો જ્યાં બંને પક્ષના વકીલોએ સમાધાનકારી વલણ અપનાવીને દંપતિને એકસાથે રહેવા રાજી કરી દીધા હતા પતિને સમજાવવામાં આવ્યો હતો કે લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી શકાય નહીં જ્યારે પત્નીને કહેવાયું હતું કે પતિ જ્યારે ખોટું કરતો હોય ત્યારે પત્નીને સમજાવવો જોઈએ નહીં કે તેને અનુસરવો જોઈએ.18 વર્ષના લગ્ન ગાળાને આ રીતે અન્ય સ્ત્રીના કે અન્ય પુરુષના મોહમા પડીને તોડી ન શકાય એવી સમજાવટ બાદ આખરે દંપતિ એક સાથે રહેવા રાજી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    સાંસદે રેલ્વે મંત્રીને કરી રજૂઆત:કીમ સ્ટેશન પર એસ્કેલેટરનું કામ ઝડપથી કરાવો: સાંસદ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સુરત એરપોર્ટ હવે નામનું જ ‘ઇન્ટરનેશનલ’, બેંગકોકની એક ફ્લાઇટ હતી તે પણ બંધ, 80% પેસેન્જર મળતા હતા, એરલાઇને કહ્યું, નુકસાન થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment