Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદે રેલ્વે મંત્રીને કરી રજૂઆત:કીમ સ્ટેશન પર એસ્કેલેટરનું કામ ઝડપથી કરાવો: સાંસદ

    11 hours ago

    સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી તેમને શહેરના રેલ મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. આ દરમિયાન સ્ટેશનની સુવિધાઓથી લઈને ટ્રેનોના સંચાલન અને સુરક્ષા સુધીના અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. સાંસદે ખાસ કરીને કીમ રેલવે સ્ટેશન પર બની રહેલા એસ્કેલેટરના કામની ધીમી ગતિ અંગે ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિર્માણ કાર્યમાં વિલંબને કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે, તેથી તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે એવી વ્યવસ્થા બનાવવાની માંગ કરી હતી, જેથી લોકો અનધિકૃત રીતે પાટા ઓળંગી ન શકે. 19203 બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ચલાવવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષા:આજે 10,317 વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાની NEET આપશે, 1:30 પછી પ્રવેશ નહીં મળે
    Next Article
    સિટી એન્કર:પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો પત્નીને પણ પુરુષ મિત્ર રાખવા હતા, પતિએ વિરોધ કર્યો, આખરે બંને રાજી થયા ‘આવું નહીં કરીએ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment