Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરસિંહનગરમાં બનેલી હુમલાની ઘટના:શેરીમાં ગાળો બોલતા અટકાવતા મહિલા પર દાતરડા-છરીથી હુમલો: બચાવવા આવેલા બંને પુત્રને પણ ઇજા

    8 hours ago

    રાજકોટના આરટીઓ પાછળ આવેલા નરસિંહનગર વિસ્તારમાં શેરીમાં ગાળો બોલતા શખ્સને ઠપકો આપવાની બાબતે પડોશી બે ભાઈઓએ મહિલા અને તેના બંને પુત્ર ઉપર દાતરડા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. માતાને બચાવવા વચ્ચે પડેલા બંને યુવાનોને પણ નિર્દયતાથી ઘાયલ કરવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નરસિંહનગર શેરી નં.3માં રહેતા દિવ્યાબેન દિનેશભાઈ મકવાણા (ઉ.વ.48) શનિવારે સવારે પોતાના ઘરની બહાર હતા ત્યારે પાડોશમાં રહેતા કાનો ઉર્ફે કુલદીપ પરમાર અને તેનો ભાઈ જયદીપ પરમારે અચાનક ઘરની ડેલી ખખડાવી ઝઘડો શરૂ કર્યો હતો.“મર્દનો દીકરો હોય તો બહાર આવ” કહી ઉશ્કેરાયા બાદ બંને ભાઈઓએ દાતરડા અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં દિવ્યાબેનને બચાવવા તેમના પુત્રો નિખિલ (ઉ.વ.23) અને જય (ઉ.વ.27) વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણેય લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત માતા અને બંને પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા એ-ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. દિવ્યાબેનના જણાવ્યા મુજબ, “શુક્રવારે રાત્રે પાડોશી કાનો શેરીમાં ગાળો બોલતો હતો. તેને અહીંથી જવા કહેતા બોલાચાલી થઈ હતી. બાદમાં ઘરે આવેલા મારા પુત્રે તેને ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખી સવારમાં બંને ભાઈઓએ આવી હુમલો કર્યો.” પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઘાવડી માતાજીના મંદિરે બનેલો બનાવ:માતાજીના મંદિર પાસે એક્ટિવા પાર્કિંગ મુદ્દે બબાલ થતાં વૃદ્ધ પર છરીથી હુમલો
    Next Article
    રાજકોટના નવા ‘નાથ’ કોણ?:પાંચ હોદ્દા માટે રસાકસી વચ્ચે સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 7 કે 8મીએ થશે આખરી મહોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment