Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાવડી માતાજીના મંદિરે બનેલો બનાવ:માતાજીના મંદિર પાસે એક્ટિવા પાર્કિંગ મુદ્દે બબાલ થતાં વૃદ્ધ પર છરીથી હુમલો

    7 hours ago

    રાજકોટ નજીક કુચિયાદડ ગામે આવેલ ઘાવડી માતાજીના મંદિરે એક્ટિવા પાર્કિંગ મુદ્દે થયેલી બબાલમાં એક વૃદ્ધ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે કુવાડવા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં, કુવાડવા ગામે સરધાર રોડ પર રહેતા પીઠાભાઈ આલાભાઈ ગોહેલ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દશરથનું નામ આપ્યું હતું. પોતે રોજની જેમ બપોરે ઘાવડી માતાજીના મંદિરે ગયા હતા. બપોરના સમયે તેઓ મંદિરે આરામ કરી રહ્યા હતા ત્યારે ગામના જ દશરથ નાથાભાઈ લહેર એક્ટિવા પર ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક્ટિવા ઓટલા પર પાર્ક કરતા પીઠાભાઈએ તેને નીચે મૂકવા જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઇ હતી. ગાળાગાળી દરમિયાન દશરથ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલી છરીથી પીઠાભાઈના ડાબા ખંભાના ભાગે હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી સ્થળ પરથી એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત પીઠાભાઈએ પોતાના પુત્રને જાણ કરી સારવાર માટે કુવાડવા સરકારી દવાખાને સારવાર લેવી પડી હતી. બાદમાં પીઠાભાઈએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દશરથ નાથાભાઈ લહેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Rare sight: Hurriyat’s Mirwaiz shares stage with mainstream politicians in Kashmir
    Next Article
    નરસિંહનગરમાં બનેલી હુમલાની ઘટના:શેરીમાં ગાળો બોલતા અટકાવતા મહિલા પર દાતરડા-છરીથી હુમલો: બચાવવા આવેલા બંને પુત્રને પણ ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment