Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમંત્રીને કરાઈ રજૂઆત:બાબરામાં પાણી, વીજળી અને ખેડૂતોના પ્રશ્નોને લઈ રાજ્ય સરકારને રજૂઆત કરી

    6 days ago

    બાબરા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા થયેલા પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન કોઠીવાળ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બાબરાના ગ્રામ્ય જનતાને પડતી મુશ્કેલીઓ, ખેડૂતોના પ્રશ્નો તેમજ પીવાના પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ખેડૂતોને સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે અંગે ખાસ ભાર મુકાયો છે. સાથે જ ગામડાઓમાં પીવાના પાણીની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાય અને રોજિંદી સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. મોટા દેવળીયા સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબેન કોઠીવાળે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગામના તળાવોમાંથી માટી કાઢી પાણી સંગ્રહ ક્ષમતા વધારવા માટે જંગલ વિભાગ તરફથી જરૂરી મંજૂરી આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આ પગલાંથી વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને ખેડૂતોને લાંબા ગાળે લાભ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌની યોજના હેઠળ ધરાઈ-દેવળીયા વિસ્તારમાં પાણી પૂરવઠા માટે અલગ વાલ્વ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જેના કારણે ગામોને નિયમિત અને પૂરતું પાણી મળી રહેશે. ઉપરાંત લોનકોટડા ગામમાં પણ પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:કઠાણા બદલપુર રોડ પર બાઈક અડફેટે સાઈકલ સવારનું મોત
    Next Article
    કલેક્ટર દ્વારા મુલાકાત:મોટા ગોખરવાળામાં જિલ્લા કલેકટરે બાળકોને અપાતા પૌષ્ટીક નાસ્તા, શૈક્ષણિક પ્રવૃતિઓની જાણકારી મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment