Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર દ્વારા મુલાકાત:મોટા ગોખરવાળામાં જિલ્લા કલેકટરે બાળકોને અપાતા પૌષ્ટીક નાસ્તા, શૈક્ષણિક પ્રવૃતિઓની જાણકારી મેળવી

    6 days ago

    અમરેલીના મોટા ગોખરવાળા ગામે આજે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારોની વિવિધ સુવિધાઓ અને કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને જરૂરી સૂચનો આપ્યા હતા. કલેક્ટરે મોટા ગોખરવાળા ગ્રામપંચાયત દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યો, કાગળોની વ્યવસ્થા અને યોજનાઓની અમલવારી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. પંચાયત દ્વારા કરવામાં આવતા કામોમાં ગતિ લાવવા તેમજ પારદર્શિતા જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપી હતી. આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન ભૂલકાંઓને અપાતા પૌષ્ટિક નાસ્તા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંભાળની સ્થિતિ અંગે કલેક્ટરે જાણકારી મેળવી હતી. સાથે સાથે ઉનાળા દરમિયાન તડકાથી સાવધ રહેવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત સેવાઓ સુનિશ્ચિત કરવા ભાર મુક્યો હતો. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કલેક્ટર ભારદ્વાજે આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બિમારીઓ માટે ઉપલબ્ધ સાધનો અને સારવાર વ્યવસ્થા અંગે તપાસ કરી હતી અને જરૂરી સુધારણા માટે સૂચનો આપ્યા હતા. વિકલ્પ ભારદ્વાજની આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, મામલતદાર બી.એમ. ટ્રમ્ટા, તાલુકા વિકાસ અધિકારી એ.એલ. ડોડિયા, સર્કલ ઓફિસર વિશાલ ઉપાધ્યાય, કે.બી. માળખીયા તેમજ ગ્રામપંચાયતના સભ્યો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમંત્રીને કરાઈ રજૂઆત:બાબરામાં પાણી, વીજળી અને ખેડૂતોના પ્રશ્નોને લઈ રાજ્ય સરકારને રજૂઆત કરી
    Next Article
    આપઘાતનો મામલો આવ્યો સામે:સાવરકુંડલા અને બગસરામાં યુવતી અને 2 યુવકે ઝેર પી આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment