Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:કઠાણા બદલપુર રોડ પર બાઈક અડફેટે સાઈકલ સવારનું મોત

    6 days ago

    બોરસદના કઠાણા-બદલપુર રોડ પર શુક્રવારે સાંજે સાઈકલ પર જઈ રહેલા પિતા અને પુત્રીને બાઈકના ચાલકે અડફેટે લેતાં સાઈકલ સવાર પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રીને તેમજ બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદના કાલુ ગામે વખતસિંહ ફતેસિંહ પરમાર રહે છે. શુક્રવારે સાંજે છ વાગ્યાની આસપાસ તે તેની 7 વર્ષીય પુત્રી મિતલને લઈને કાલુ ગામ તરફ જતા હતા. દરમિયાન, ઘરથી થોડે દૂર પહોંચ્યા હશે ત્યાં જ કઠાણા-બદલપુર રોડ પર બદલપુર બાજુથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈકના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને પગલે બાઈક સવાર તથા સાઈકલ પર જઈ રહેલા વખતસિંહ અને તેમની પુત્રી રોડ પર પટકાયા હતા. ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, આ ઘટના વખતસિંહના ઘર પાસે જ બની હોય તુરંત જ પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વખતસિંહનું મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માત સર્જનારો બાઈક ચાલક કઠાણા ગામનો શંકર ખુમાનસિંહ સોલંકી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જમીન વિહોણા થવાનો ખેડૂતોને ભય:2017થી ધરણીધરના મીઠાવી ચારણમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, 50% જમીન બિનઉપજાઉ બની
    Next Article
    રાજ્યમંત્રીને કરાઈ રજૂઆત:બાબરામાં પાણી, વીજળી અને ખેડૂતોના પ્રશ્નોને લઈ રાજ્ય સરકારને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment