Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવ્ય પુસ્તક મેળાનું આયોજન:બોરીવલીમાં રવિવારે પુસ્તકમેળા સાથે સર્જક ગોષ્ઠિનું આયોજન

    2 days ago

    જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળાનું બોરીવલી સાઈબાબા નગરમાં આયોજન થયું છે. અહીં એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં સરસ રીતે પુસ્તકોની ગોઠવણી થઈ છે . સ્વાદિષ્ટ વાનગી ઉપર ટોપિંગ હોય એ રીતે પુસ્તક મેળા સાથે એક રસપ્રદ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. બે જાણીતા વાર્તાકાર કિશોર પટેલ અને સમીરા પત્રાવાલા ટૂંકી વાર્તા વિશે ગોષ્ઠિ કરશે, અન્ય ભાષાની વાર્તાઓ વિશે પણ વાત કરશે અને ભાવકો સાથે સંવાદ કરશે જેનું સંકલન સંજય પંડ્યા કરી રહ્યા છે. ત્રણ મે રવિવારે સાંજે પુસ્તકોની ખરીદી કરવા પહોંચી જજો અને 7:30 વાગે આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપશો, એમ એક યાદીમાં અનુરોધ કરાયો છે. બુદ્ધ, મહાવીરના સ્પંદનો ધરાવતા અને બાળકોને આકર્ષે એવી સુંદર ફિશ ટેન્કથી શોભતા આ સ્થળનું સરનામું છે દૈવી ઇટરનિટી ,એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર ,બોરીવલી પશ્ચિમ. પુસ્તક મેળો 11 મે સુધી રહેશે, એમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક બનવાની આશા:બનાસકાંઠાના 5 હજારથી વધુ ઉમેદવારો આજે ધો-9-10 શિક્ષક માટે TAT પરીક્ષા આપશે
    Next Article
    સિટી એન્કર:મુંબઈ મહાપાલિકાનું બજેટ વિક્રમી 94 કલાકની ચર્ચા પછી મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment