Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક બનવાની આશા:બનાસકાંઠાના 5 હજારથી વધુ ઉમેદવારો આજે ધો-9-10 શિક્ષક માટે TAT પરીક્ષા આપશે

    2 days ago

    શિક્ષક બનવાની આશા સાથે બનાસકાંઠાના હજારો ઉમેદવારો આજે TAT પરીક્ષા આપવા અમદાવાદ સહિત 5 શહેરોમાં જશે. જિલ્લાના 5 હજારથી વધુ ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ બની છે, જેમાં ભાગ લેવા તેઓ વાહનો ભાડે લઈ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે. ઉમેદવાર હિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ધોરણ 9 અને 10ના શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યભરમાં યોજાનારી શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) માટે ગુજરાતના 2 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 5 હજારથી વધુ ઉમેદવારો પણ સામેલ છે. આ પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવા પાંચ મહાનગરોમાં કુલ 1058 કેન્દ્રો પર યોજાશે. જિલ્લાના ઉમેદવારો માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી તેઓ વાહનો ભાડે લઈ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે. ખાસ કરીને પરીક્ષા સાંજે 6 વાગ્યે પૂર્ણ થતી હોઈ મોટા ભાગના ઉમેદવારો આવન-જાવન માટે ખાનગી વ્યવસ્થા કરી છે. પ્રાથમિક પરીક્ષા 200 ગુણની રહેશે ખાનગી ક્લાસિસના સંચાલકે જણાવ્યું હતું કે, પ્રાથમિક પરીક્ષા 200 ગુણની રહેશે, જેમાં સામાન્ય અભ્યાસ અને વિષયવસ્તુ એમ બે વિભાગ હશે, તેમજ 0.25 નકારાત્મક માર્કિંગ પણ રહેશે. આ તબક્કામાં કટ-ઓફથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષામાં ભાષા સજ્જતા અને વિષય આધારિત પ્રશ્નપત્રો સામેલ રહેશે.મુખ્ય પરીક્ષામાં સામાન્ય વર્ગ માટે 60 ટકા અને અનામત વર્ગ માટે 50 ટકા ગુણ મેળવવા ફરજિયાત રાખ્યા છે.
    Click here to Read More
    Previous Article
    RTO દ્વારા સખત ઝૂંબેશનું અમલીકરણ:મુંબઈમાં પરિવહન નિયમો ભંગ કરનારા આરટીઓના રડારમાં
    Next Article
    ભવ્ય પુસ્તક મેળાનું આયોજન:બોરીવલીમાં રવિવારે પુસ્તકમેળા સાથે સર્જક ગોષ્ઠિનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment