Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ સાથે મહિલા ઝડપાઈ:છૂટક ભાવે વેચવાના આશયથી ઘરમાં જથ્થો સંતાડી રાખ્યો હતો, સહ-આરોપી ફરાર

    2 days ago

    વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પોલીસે ગત મોડી(18 જુલાઈ) રાત્રે એક રહેણાક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી એક મહિલાને પોલીસે ઘટનાસ્થળેથી જ મુદ્દામાલ સાથે કસ્ટડીમાં લીધી છે, જ્યારે આ કાળા કારોબારમાં સંડોવાયેલો અન્ય એક મુખ્ય આરોપી પોલીસ રેડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ જપ્ત આ દરોડાની વિગતવાર માહિતી મુજબ, ગત રાત્રે પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી 'Codeine Phosphate Triprolidine Hydrochloride Syrup REXLEY T' લખેલી 100 મિલીની ક્ષમતા ધરાવતી સીલબંધ પ્લાસ્ટિકની કુલ 94 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹16,620થાય છે. આ ઉપરાંત પોલીસને ત્યાંથી 5,000ની કિંમતનો એક ઇન્ફિનિક્સ કંપનીનો મોબાઈલ ફોન, સિરપની બોટલો રાખવા માટે વપરાતી રેગઝીનની થેલી તેમજ આધારકાર્ડ, વેરા પાવતી અને લાઈટ બિલની નકલો મળી આવી હતી. પોલીસે કુલ 22,020નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રાહકોને છૂટક ભાવે વેચવાના આશયથી ઘરમાં સંતાડી રાખ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ માત્ર પોતાના આર્થિક ફાયદા સારૂ કોઈપણ જાતના કાયદેસરના પાસ, પરમિટ કે લાયસન્સ વગર આજવા રોડ પર આવેલી એક મેડિકલ સ્ટોરમાંથી આ પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો જથ્થો ખરીદ્યો હતો. આ જથ્થાને તેઓએ પોતાના રહેણાંક મકાનમાં લાવી ગ્રાહકોને છૂટક ભાવે વેચવાના આશયથી સંતાડી રાખ્યો હતો. આરોપીઓ દ્વારા વગર પરવાનગીએ નશાકારક દવાઓની હેરાફેરી અને ખરીદ-વેચાણનું ગેરકાયદે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ થશે આ સમગ્ર મામલે પોલીસે પકડાયેલી મહિલા રોપી અમરતકૌર સતનામસિંગ સિકલીગર અને ફરાર આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનો જથ્થો રાખવા, તેની હેરાફેરી કરવા તેમજ એકબીજાની મદદગારી કરીને ગુનાહિત પ્રવૃત્તિ આચરવા બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આજવા રોડ પર આવેલી કઈ મેડિકલ સ્ટોર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને આ પ્રતિબંધિત સિરપનો જથ્થો આપવામાં આવ્યો હતો, જેથી આ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.
    Click here to Read More
    Previous Article
    રેલ મુસાફરોની સુરક્ષામાં થશે વધારો:રાજકોટ ડિવિઝનમાં AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટરથી લોકો પાયલટોને અદ્યતન તાલીમ અપાશે
    Next Article
    સાડીના કારખાનામાં ફાયર NOC વિના ધમધમતી સ્કૂલ:શહેરની ન્યૂ ફ્લોરા સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ, મનપાની ફાયર શાખાએ નોટિસ ફટકારી મંજૂરીનો પ્લાન માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment