Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવહન વિભાગની કાર્યવાહી:કુર્લા બેસ્ટ બસ અકસ્માતના આરોપી ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાયસંસ રદ કર્યું

    2 days ago

    ડિસેમ્બર 2024માં કુર્લા ખાતે બનેલા બેસ્ટ બસના ભીષણ અકસ્માત પ્રકરણમાં મહત્વની કાર્યવાહી કરતા પરિવહન વિભાગે ડ્રાઈવર સંજય મોરેનું ભારે વાહન (ટ્રાન્સપોર્ટ) ચલાવવાનું લાયસંસ કાયમીસ્વરૂપે રદ કર્યું હતું. જો કે એનું હળવા વાહન અને ટુવ્હીલર ચલાવવાનું લાયસંસ વૈદ્ય રાખવામાં આવ્યું છે. 9 ડિસેમ્બર 2024ના કુર્લા પશ્ચિમ ખાતે સંજય મોરે ચલાવી રહ્યો હતો એ બેસ્ટ બસે રાહદારીઓ સહિત અનેક વાહનોને ટક્કર આપી. આ અકસ્માતમાં અનેકના મૃત્યુ થયા તો 40થી વધુ જખમી થયા. આ ઘટના પછી બેસ્ટ બસ ડ્રાઈવરોની પાત્રતા બાબતે અને નિયમોની અમલબજાવણી બાબતે ગંભીર સવાલ ઉપસ્થિત થયા હતા. દરમિયાન 30 માર્ચ 2026ના મુંબઈ હાઈ કોર્ટે મોરેના જામીન મંજૂર કર્યા હતા. આ પ્રકરણની સુનાવણી હજી ચાલુ છે. આરટીઓ અધિકારીએ આપેલી માહિતી અનુસાર મોટર વાહન કાયદો 1988ની કલમ 19 અંતર્ગત અધિકારનો ઉપયોગ કરીને ભારે વાહન ચલાવવાનું લાયસંસ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર સાર્વજનિક સુરક્ષાને જોખમ નિર્માણ કરતા અથવા ગંભીર ગુનામાં સહભાગી ડ્રાઈવરનું લાયસંસ રદ અથવા સસપેન્ડ કરવાનો અધિકાર આરટીઓને છે. સુનાવણીની તક આપ્યા પછી સંબંધિત લાયસંસ કાયમીસ્વરૂપે અથવા ચોક્કસ સમયગાળા માટે રદ કરવામાં આવી શકે છે. ભારે વાહન ચલાવતા વધુ જવાબદારી હોય છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ એક વરિષ્ઠ પરિવહન અધિકારીએ જણાવ્યું હતું. લાયસંસ રદ થાય તો સંબંધિત વર્ગના વાહન ચલાવવા ગેરકાયદે છે. સસપેન્શનમાં ચોક્કર શરતો પૂરી કર્યા પછી માન્યતાપ્રાપ્ત સંસ્થા તરફથી પુનપ્રશિક્ષણ, લાયસંસ મળી શકે છે. સારથી પર વિકલ્પ નથી કોઈ પણ પ્રકરણમાં ડ્રાઈવરનું લાયસંસ રક કરવાનો (રિવોક) વિકલ્પ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ સારથી 4.0માં ઉપલબ્ધ નથી. એના પર ફક્ત બ્લોક, સસપેન્ડ અને કેન્સલ એમ ત્રણ જ વિકલ્પ ઉપલબ્ધ છે. રદ (રિવોક) વિકલ્પ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમમાં ઉપલબ્ધ ન હોવાથી અનેક કાર્યવાહી કરતા અડચણનો સામનો કરવો પડે છે એમ અધિકારીઓનું જણાવવું છે. દરમિયાન આ વિકલ્પ ઉપલબ્ધ કરી આપવા વડાલા આરટીઓએ આયુક્તાલય સાથે પત્રવ્યવહાર કર્યાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'મરાઠી સાહિત્ય મંડળ' દ્વારા આયોજન:કાંદિવલીમાં મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે વિદ્યાર્થી અને શિક્ષકોની ખાસ ઉજવણી
    Next Article
    RTO દ્વારા સખત ઝૂંબેશનું અમલીકરણ:મુંબઈમાં પરિવહન નિયમો ભંગ કરનારા આરટીઓના રડારમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment