Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મરાઠી સાહિત્ય મંડળ' દ્વારા આયોજન:કાંદિવલીમાં મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે વિદ્યાર્થી અને શિક્ષકોની ખાસ ઉજવણી

    2 days ago

    શ્રી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત બી. કે. શ્રોફ આર્ટસ અને એમ. એચ. શ્રોફ કૉમર્સ તથા શ્રી વિઠ્ઠલદાસ જે. સંઘવી જુનિયર કોલેજના 'મરાઠી સાહિત્ય મંડળ' દ્વારા તારીખ ૧ મે ૨૦૨૬ના રોજ 'મહારાષ્ટ્ર દિન' નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રાચાર્યા ડૉ. લિલી ભૂષણ ઉપાચાર્યા ડૉ. નંદિની કટ્ટી, જુનિયર કોલેજના ઉપાચાર્ય રાજીવ મિશ્રા અને સુપરવાઈઝર સીમ્મી ધવનના વરદ હસ્તે ધ્વજ વંદન તથા રાષ્ટ્રગીત અને રાજ્યગીતના સમૂહ ગાનથી કરવામાં આવી. આ પ્રસંગે જુનિયર કોલેજના શિક્ષિકા કલ્યાણી મોરે એ હર્ષપૂર્વક શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે જ, ભાવપૂર્ણ ભાષામાં મહારાષ્ટ્રનું પ્રશસ્તિગાન કરતા સહ્યાદ્રી, સંતો અને શૂરવીરોથી શોભતા મહારાષ્ટ્રની અનોખી છબી પ્રેક્ષકો સમક્ષ તાદ્દશ કરી હતી. મંડળના સભ્ય શ્રી વિવેક નાઈકે પોતાના વક્તવ્યમાં જનની જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે એ સૂર રેલાવ્યો હતો. ૧ મે ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રની યશોગાથા વર્ણવતું ગીત "પ્રિય અમૂચા એક મહારાષ્ટ્ર દેશ હા..." લતા મંગેશકરે મહારાષ્ટ્રને અર્પણ કર્યું એ ગાથા વિશે પણ તેમણે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ અવસરે મંડળના અધ્યક્ષ સુવર્ણા મોરે એ પ્રભાવશાળી શબ્દોમાં ડૉ. આંબેડકરના કાર્યોનો પરિચય આપ્યો અને શબ્દ સુમન અર્પિત કરતા હિંદુ કોડ બીલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉત્તમ વક્તા અને શિક્ષક શ્રી દત્તુ કજળેએ મહારાષ્ટ્રના કામગારોની કર્મશીલતાને વધાવી સાથે જ, બુદ્ધની કરુણા અને માનવતાને યાદ કરી અંજલિ આપી હતી. અંતે 'બોલતો મરાઠી ..' ગીત સાથે માતૃભૂમિપ્રેમનો સૂર ગુંજી ઉઠ્યો હતો અને માતા, પિતા, ગુરુ અને માતૃભૂમિને શત શત વંદન કરી કાર્યક્રનુ સમાપન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શ્વાનની મદદથી ઉકેલાયો હત્યાનો ભેદ:થાણેમાં શ્વાને હત્યા કેસનું કોકડું ઉકેલવામાં પોલીસને મદદ કરી
    Next Article
    પરિવહન વિભાગની કાર્યવાહી:કુર્લા બેસ્ટ બસ અકસ્માતના આરોપી ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાયસંસ રદ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment