Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્વાનની મદદથી ઉકેલાયો હત્યાનો ભેદ:થાણેમાં શ્વાને હત્યા કેસનું કોકડું ઉકેલવામાં પોલીસને મદદ કરી

    2 days ago

    થાણેમાં હત્યા કેસનું કોકડું પોલીસ શ્વાનની મદદથી ઉકેલાઈ ગયું છે. આરોપી યોગેશ એકનાથ રાણે (40) સિરિયલ ઓફેન્ડર હોઈ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આ મહિનામાં અગાઉ આર્થિક વિવાદમાંથી પોતાના મિત્ર રાજેશ પ્રભુલકર (49)ની હત્યા કરી હતી.ખડવલી વિસ્તારની ભાત્સા નદી નજીકથી 21 એપ્રિલે મૃતકનો દેહ મળી આવ્યો હતો, જેમાં માથું અને ચહેરો કચડી નખાયેલી હાલતમાં હતા. પોલીસે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.દરમિયાન પોલીસના શ્વાન પથકનો શ્વાન બેલી મૃતદેહ નજીક મળેલી ચીજોને આધારે પોલીસને ખડવલી રેલવે સ્ટેશન પાસે લઈ ગયો હતો. આ પછી પોલીસે ખડવલીથી મુંબઈ 100થી 150 સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગભગ 80 ગુમ વ્યક્તિઓના રેકોર્ડસ તપાસ્યા હતા. વિશ્લેષણને આધારે પોલીસે શકમંદ તરીકે રાણેને ઝડપી લીધો હતો. તે ઓળખ છુપાવવા કેપ પહેરીને મુંબઈમાં રખડતો હતો અને વારંવાર દાદર, ભાયખલા, લોઅર પરેલ જેવા ગીચ વિસ્તારોમાં માર્ગ બદલતો રહેતો હતો. આખરે મંગળવારે લોઅર પરેલથી ઝડપી લેવાયો હતો. પોલીસ અનુસાર મૃતક અને આરોપી મિત્ર હતા અને કેટરિંગ એજન્સીમાં કામ કરતા હતા. 20 અપ્રિલે તેઓ ભાત્સા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. આરોપીએ મૃતકને નાણાં રાખવા માટે આપ્યા હતા, જે મુદ્દે બંને વચ્ચે દલીલો થઈ હતી, જેમાં આરોપીએ હત્યા કરી નાખી હતી. આ પછી ઓળખ છુપાવવા માટે પથ્થરથી માથું અને ચહેરો છૂંદી નાખ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ગુનાહિત પાર્શ્વભૂ ધરાવે છે. સોમવારે જ તેની વિરુદ્ધ મોબાઈલ ફોન ચોરીનો ગુનો મુંબઈમાં દાખલ કરાયો હતો. રાયગડ અને મુંબઈમં તેની વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસના આરોપ છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીત હોવા છતાં કુંવારાનો ઢોંગ કર્યો:હિંમતનગર મેડિસ્ટાર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટે લગ્ન છૂપાવી વડાલી પંથકની યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું
    Next Article
    'મરાઠી સાહિત્ય મંડળ' દ્વારા આયોજન:કાંદિવલીમાં મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે વિદ્યાર્થી અને શિક્ષકોની ખાસ ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment