Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીત હોવા છતાં કુંવારાનો ઢોંગ કર્યો:હિંમતનગર મેડિસ્ટાર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટે લગ્ન છૂપાવી વડાલી પંથકની યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું

    2 days ago

    હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલમાં ધવલ નરેશભાઈ સોલંકી એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વડાલી પંથકની બીએસસી નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવી, લગ્ન અને નોકરીની લાલચ આપી હિંમતનગર અને અમદાવાદની હોટલોમાં વારંવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. આ નરાધમે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફફડી ઉઠેલી યુવતીએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ભોગ બનનાર 24 વર્ષીય યુવતી મેડિસ્ટાર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી હતી. ત્યારે ધવલ સોલંકી તેના સંપર્કમાં આવ્યો હતો. ધવલે યુવતીને ઉચ્ચ નોકરી અપાવવાની અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. પોતાની કામવાસના સંતોષવા આ નરાધમે પોતે પરિણીત હોવાની અને સંતાનો હોવાની વાત પણ છૂપાવી રાખી હતી. ફરિયાદ મુજબ, ગત 20 માર્ચના રોજ આરોપી યુવતીને હિંમતનગરની હેવન-7 હોટલમાં લઈ ગયો હતો. જ્યાં પોતાની મિલકતોનો દેખાડો કરી અને લગ્નનું વચન આપી યુવતીની મરજી વિરુદ્ધ પ્રથમવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ 31 માર્ચના રોજ ફરીથી ગાડીમાં બેસાડી, યુવતીનો મોબાઈલ છીનવી સ્વીચ ઓફ કરી તેને અમદાવાદની હેલ્થ વન હોટલ અને અન્ય સ્થળોએ ગોંધી રાખી સતત અત્યાચાર ગુજાર્યો હતો. પોતાનું પાપ છૂપાવવા આરોપીએ પીડિતાને એવી ધમકી આપી હતી કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ કે મારું નામ આપીશ તો તને અને તારા પરિવારને પતાવી દઈશ. ભયના માર્યા યુવતીએ શરૂઆતમાં મૌન સેવ્યું હતું. પરંતુ હિંમત એકઠી કરી પરિવારને જાણ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવતીની ફરિયાદના આધારે વડાલી પોલીસે ધવલ નરેશભાઈ સોલંકી (રહે. બળેલી મિલ, હિંમતનગર) વિરુદ્ધ બળાત્કાર, ધમકી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે વડાલી પીઆઇ ડી.આર. પઢેરિયાએ સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે પોલીસે સઘન કાર્યવાહી કરીને આરોપી ધવલ સોલંકીની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ સાથે આગળની તપાસ તેજ કરવામાં આવી છે. ધવલ સોલંકી યુવતીને ગાડીમાં બેસાડી અમદાવાદ લીવ ઇન રિલેશનમાં રહેતા કપલ પાસે મૂકી જતો રહેતો અને ત્યારબાદ લીવ ઇનમાં રહેતા કપલના ફોન પર ફોન કરી વાત કરેલ કે તારા માતા-પિતા તને શોધતા હશે અને તેઓને મારા પર શક હશે જેથી તેઓ મારી વિરુદ્ધમાં ફરિયાદ કરશે જેથી તારે પોલીસ સ્ટેશન જવું પડશે અને યુવતીને કહેલ કે જો તું માર વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ.
    Click here to Read More
    Previous Article
    મનપાએ લીધો કઠોર કાર્યવાહીનો નિર્ણય:પરવાનગી વિના કાટમાળની હેરફેર કરનારને હવે દંડ થશે
    Next Article
    શ્વાનની મદદથી ઉકેલાયો હત્યાનો ભેદ:થાણેમાં શ્વાને હત્યા કેસનું કોકડું ઉકેલવામાં પોલીસને મદદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment