Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાએ લીધો કઠોર કાર્યવાહીનો નિર્ણય:પરવાનગી વિના કાટમાળની હેરફેર કરનારને હવે દંડ થશે

    2 days ago

    મહાપાલિકાની પરવાનગી લીધા વિના કાટમાળની હેરફેર કરશે તો સીધા 25 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. એના માટે દિલ્હી પ્રમાણે મલબા પોર્ટલ શરૂ કરવામાં આવશે. એના પર સંબંધિત પ્રાધિકરણની નોંધણી કરવી ફરજિયાત કરવામાં આવશે. એ માટે મહાપાલિકાએ ટેંડર મગાવ્યા છે. મુંબઈમાં વિવિધ પ્રાધિકરણના કામ ચાલુ છે. મુંબઈમાં દરરોજ 7500 મેટ્રીક ટન કચરો ભેગો થાય છે. બાંધકામ અને તોડકામનો 8 હજાર મેટ્રીક ટન કચરો નિર્માણ થાય છે. પણ અનેક વખત કચરો ખુલ્લામાં ફેંકવો, કાટમાળ રસ્તા પર ફેંકવામાં આવતો હોવાનું જણાયું છે. બાંધકામ ઠેકાણે થનારા કચરાનો નાશ કરવો ડેવલપર અને સંબંધિત પ્રાધિકરણની જવાબદારી છે. જો કે એના પર સંબંધિતો તરફથી દુર્લક્ષ કરવામાં આવતું હોવાથી મહાપાલિકાએ હવે કઠોર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ગેરકાયદે કાટમાળ હેરફેર પર લેવામાં આવતા દંડના કારણે મહાપાલિકાને મહેસૂલ વધારા માટે એક વિકલ્પ ઉપલબ્ધ થશે. આ દંડ ટાળવા એમએમઆરડીએ, એસઆરએ, મ્હાડા, મેટ્રો રેલ, એમઆઈડીસી, બીપીટી, રેલવે પ્રશાસન, સરકાર સંબંધિત બીજા વિભાગ, મહાપાલિકાની પાયાભૂત સુવિધાઓના કામ સાથે સંબંધિત ભાગ વગેરેને કાટમાળનું પ્રમાણ અને તેની સાથે સંબંધિત માહિતી આપવી ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    અશોક ખરાત કેસ:મની લોન્ડરિંગ કેસમાં ખરાતની કસ્ટડી માટે EDની કોર્ટમા અરજી
    Next Article
    પરિણીત હોવા છતાં કુંવારાનો ઢોંગ કર્યો:હિંમતનગર મેડિસ્ટાર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટે લગ્ન છૂપાવી વડાલી પંથકની યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment