Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના ભાવ વધ્યાં પણ ખાદ્ય વસ્તુના ભાવ નહિ વધે‎:ભરૂચમાં લારીધારકોએ નફો ઓછો કમાવાનો નિર્ણય લીધો, હાલ પૂરતો ગ્રાહકોને ભાર નહિ આવે

    1 week ago

    દેશમાં પાંચ રાજયોમાં ચૂંટણી પૂર્ણ થતાંની સાથે કોર્મશિયલ રાંધણગેસના બોટલની કિમંતમાં 993 રૂા.નો વધારો કરવામાં આવ્યો છે. ખાડી દેશોમાં ઉભી થયેલી સ્થિતિના કારણે એલપીજીની નિકાસ ઓછી થતાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભરૂચમાં કોર્મશિયલ બોટલ વાપરતાં લારીધારકો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગેસનો બોટલ મોંઘો થયો છે પણ હાલ પુરતાં તેઓ ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો નહિ કરે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેનાથી ઊભી થયેલી ઈંધણની કિંમતોમાં વધારાની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. તેલ કંપનીઓ દ્વારા 19 કિલોના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 993 સુધીનો વધારો જાહેર કરવામાં આવતા હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓ પર સીધી અસર જોવા મળી રહી છે. નવા દર અમલમાં આવ્યા છે. જૂનો ભાવ અંદાજે 2107 હતો જે વધતાં હવે નવો ભાવ રૂપિયા 3100 સુધી પહોંચ્યા છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી સામાન્ય ગ્રાહકોને તાત્કાલિક રાહત મળી છે. પરંતુ કોમર્શિયલ ગેસના વધેલા ભાવને કારણે ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ચિંતિત બન્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે મન્ચુરિયન અને પાણીપુરીની લારીઓ ચલાવતા કેટલાક વેપારીઓ સાથે વાતચીત કરી હતી.વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ તેઓએ ગ્રાહકો માટે ભાવમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ ગેસના વધેલા ખર્ચને કારણે નફામાં ઘટાડો થવાનો ભય છે. હાલ ગ્રાહક સાચવવા માટે ખોટ ખાઈને પણ ધંધો ચાલુ રાખ્યો છે નાની હોટલના તૃપતેશ વસાવાએ જણાવ્યું હતું કે, અત્યારે તેલનો ભાવ તો વધેલો છે પણ હવે કોમર્શિયલ ગેસ બોટલનો ભાવ વધવાથી ઘણો ફર્ક પડશે. જો ખાદ્ય વસ્તુઓમાં ભાવ વધારવામાં આવે તો ગ્રાહક ગભરાઈ જશે અને આવશે નહી. તેથી ભાવ વધારાય તેમ નથી. હાલ ગ્રાહક સાચવવા માટે ખોટ ખાઈને પણ ધંધો ચાલુ રાખ્યો છે. હવે આગામી દિવસોમાં આવી જ સ્થિતિ રહેશે તો ભાવ વધારાની શક્યતા છે. આગામી દિવસમાં ધંધો કરવાનો થોડો મુશ્કેલ બનશે પાણીપુરીના વેપારી રાજુભાઇએ જણાવ્યું હતું કે, મને સવારે ખબર પડી કે કોમર્શિયલ બોટલના ભાવમાં 993 ની આસપાસ વધારો થયો છે. ત્યારે આગામી દિવસમાં ધંધો કરવાનો થોડો મુશ્કેલ બનશે. બોટલનો ભાવ વધતા મોટા ભાગનો નફો તો તેમાં જતો રહેશે ત્યારે હાલ તો અમે પણ ખાદ્ય વસ્તુઓમાં ભાવ વધારો નથી પણ આગામી દિવસમાં ગેસના બોટલ ની કિંમત માં ઘટાડો નહીં થાય તો ભાવ વધારવાનું વિચારશું..
    Click here to Read More
    Previous Article
    સરદારધામનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે:કાર્યક્રમમાં ગુજરાતભરના 50 હજાર પાટીદારોને આમંત્રણ અપાશે,200 બસોમાં પાટીદારોને લાવવાની સૂચના
    Next Article
    આલિયાબેટ સહિત 6 બેટ પર પ્રવેશ નિષેધ:સલામતી અને સુરક્ષાના કારણો અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment