Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદારધામનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે:કાર્યક્રમમાં ગુજરાતભરના 50 હજાર પાટીદારોને આમંત્રણ અપાશે,200 બસોમાં પાટીદારોને લાવવાની સૂચના

    6 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સાંજે 4:30 કલાકે એલ એન્ડ ટી નોલેજ સિટીની બાજુમાં તૈયાર થયેલા સરદાર ધામનું લોકાર્પણ કરશે. કાર્યક્રમમાં ગુજરાતમાંથી 50 હજાર પાટીદારોને આમંત્રણ આપવામાં આવશે. આ માટે વડોદરા શહેર અને જિલ્લાના પાટીદાર આગેવાનોને 100-100 બસ ભરીને પાટીદારોને કાર્યક્રમ સ્થળ સુધી લાવવાનો ટાર્ગેટ અપાયો છે. સરદારધામ વડોદરાના નવનિર્મિત સંકુલના લોકાર્પણ સમારોહને લઈને શનિવારે મોડી સાંજે મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ સમસ્ત પાટીદાર સમાજના 125 ઘટકોના પ્રમુખ-ઉપપ્રમુખ અને મંત્રી મળી 500 આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે શહેર ભાજપના પૂર્વ અને હાલ વિજેતા થયેલા પાટીદાર કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના પાટીદાર કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં. બેઠકમાં ઉપસ્થિત પાટીદારોએ હાથ ઉંચા કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાતરી આપી હતી. સમગ્ર ગુજરાતમાંથી 50 હજાર પાટીદારો કાર્યક્રમમાં હાજરી આપશે. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, વડોદરામાં વડાપ્રધાન લોકાર્પણમાં આવશે તે વડોદરા માટે ઐતિહાસિક ક્ષણ છે. ભવનમાં 2 હજાર યુવક-યુવતીઓ માટેની હોસ્ટેલ 5 લાખ સ્કેવર ફૂટમાં રૂા.150 કરોડના ખર્ચે તૈયાર સરદારધામમાં 1 રૂપિયાના ટોકનથી 2 હજાર યુવક-યુવતીઓ માટે હોસ્ટેલ, યુપીએસસીનું સ્ટડી સેન્ટર, 250 રૂમ, 2 કમ્યુનિટી હોલ, લાઈબ્રેરી, જીમ, મેડિકલ સેન્ટર છે. પાર્કિંગની વ્યવસ્થા માટે 3 ગ્રાઉન્ડ તૈયાર કરાયા સરદારધામના લોકાર્પણમાં મોટી સંખ્યામાં પાટીદારો આવવાના હોવાથી વાહનોના પાર્કિંગ માટે 3 મેદાનો રાત-દિવસ તૈયાર થઇ રહ્યાં છે. ભોજન અને અન્ય વ્યવસ્થા માટે સમાજના આગેવાનોને જવાબદારી સોંપાઇ છે.
    Click here to Read More
    Previous Article
    બેદરકારી બદલ ત્રણ સામે ગુનો દાખલ:કંજાલ ગામે ટ્રેકટર પલટી જવાથી યુવાનનું મોત પોલીસને જાણ વિના અંતિમ સંસ્કાર કરી દીધા
    Next Article
    ગેસના ભાવ વધ્યાં પણ ખાદ્ય વસ્તુના ભાવ નહિ વધે‎:ભરૂચમાં લારીધારકોએ નફો ઓછો કમાવાનો નિર્ણય લીધો, હાલ પૂરતો ગ્રાહકોને ભાર નહિ આવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment