Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેદરકારી બદલ ત્રણ સામે ગુનો દાખલ:કંજાલ ગામે ટ્રેકટર પલટી જવાથી યુવાનનું મોત પોલીસને જાણ વિના અંતિમ સંસ્કાર કરી દીધા

    6 days ago

    દેડિયાપાડા તાલુકાના કંજાલ ગામની સીમમાં ટ્રેકટર પલટી જતાં ડ્રાઇવરનું મોત થયું હતું. અકસ્માત વિશે પોલીસને જાણ કર્યા સિવાય મૃતકના બારોબાર અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં હતાં. આ બેદરકારી બદલ ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલીસ લાઈનમાં રહેતા અ.હે.કો.વિનેશભાઇ રેન્જાભાઇ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કંજાલ ગામના ટ્રેકટરના ડ્રાઇવર અરૂણ વસાવા નાઓ ગત 5 માર્ચ ના રોજ સવારના આશરે સાડા દશ વાગ્યાના આસપાસ ટ્રેક્ટર લઈ ખેડુત રામાભાઈ વસાવાના ખેતરમાં તુવેર કાઢવા માટે જઇ રહયાં હતાં. તે સમયે સીમમાં કેલી કોતરવાળા રસ્તા ઉપર ટ્રેકટર પલ્ટી મારી જતાં અરૂણ વસાવાનું મોત થયું હતું. અકસ્માતનો બનાવ બન્યો હોવા છતાં મરનારના પિતા સુરેશ વસાવા તથા ટ્રેકટરના માલિક દિનેશ વસાવા તથા ખેડુત રામાભાઇ વસાવા ત્રણેય પોતે આ બનાવ બાબતેની માહિતી પોલીસને આપવા કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં પોલીસને જાણ કરી ન હતી. તેમણે મૃતકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતાં. આ બાબતની જાણ થતાં પોલીસે ગુનો છુપાવવા બદલ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે. નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહયાં છે. તાજેતરમાં મળેલી રોડ સેફટી કમિટીની બેઠકમાં પણ અકસ્માતો અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી અને યોગ્ય પગલાં ભરવા માટે કલેકટર સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. કંજાલ ગામેે પણ ટ્રેકટર પલટી ગયા બાદ ડ્રાઇવરનું મોત થયું હોવા છતાં પોલીસને જાણ કરવામાં આવી ન હતી. આ બેદરકારી બદલ ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતના બનાવો અંગે ત્વરિત જાણ કરવા માટે પોલીસે અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાળું વાવેતર:અમરેલી જિલ્લામાં ઉનાળું વાવેતર 1620 હેક્ટર વધીને 39,927 સુધી પહોંચી ગયું
    Next Article
    સરદારધામનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે:કાર્યક્રમમાં ગુજરાતભરના 50 હજાર પાટીદારોને આમંત્રણ અપાશે,200 બસોમાં પાટીદારોને લાવવાની સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment